આવી રે નવલી નવરાત્રી....
|
જે લોકો જાડાં છે તેઓ ડાયેટિંગ કરી રહ્યા છે. આખું વર્ષ ફાસ્ટફૂડિયું ખાઈને કાઢશે અને નવરાત્રીના સમયે ડાયેટ કરવા માંડશે.ઘણી જગ્યાએતો ગરબા વિથ એરોબિકસની બેચ પણ ચાલે છે. એવુ પણ કહેવાય છે કે નવરાત્રિ એ શરીર ઉતારવા માટેની નવ દિવસની એક્સસાઈઝ પણ છે.
નવરાત્રિ આવતા યુવાન યુવક-યુવતીઓથી પોતાના સૌદર્ય તરફ વધુ જાગૃત થઈ જાય છે. એવુ સમજે છે કે નવરાત્રિમાં કમર પાતળી હોય તો જ લોકો તેમને જોશે. પોતાના ગ્લેમરસ દેખાવ માટે કમર પાતળી હોવી જોઈએ, કારણ કે કમર પાતળી હોય તો જ કમર પર ટેટુ લગાવવુ કે પછી બેક લેસ ચણિયા-ચોળી શોભી શકે. એક બ્યુટિશિયનનું કહેવ છે કે ફેશિયલ, બેક પોલિશીંગ હેંડ ફિનિશિં વગેરે લોકો વધુ કરાવે છે. નવરાત્રીમાં તો એટલી બ્યુટી કેર વધી જાય છે કે બ્યુટીપાર્લર એક પણ દિવસ પણ બંધ રખાતું જ નથી અને વહેલી સવારથી માંડીને સાંજ સુધી છોકરીઓ આવતી જ હોય છે.
ભારતમાં કે વિદેશોમાં જ્યા જ્યા ગુજરાતીઓ વસે ત્યાં ત્યાં તેઓ ગુજરાતની નવરાત્રીને મિસ કરતા જ હોય છે. ઘણા ગુજરાતીઓ તો એવા કે ગરબા ભલે ગમે ત્યાં રમે પણ ચણિયા ચોળી તો ગુજરાતના જ ખરીદવાનો આગ્રહ રાખે છે
|
ટૂંકમાં નવરાત્રી એ મનમૂકીને આનંદ અને મોજ-મસ્તી કરવાનો તહેવાર બનતો જઈ રહ્યો છે.