બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. નવલી નવરાત્રી
Written By વેબ દુનિયા|

નવરાત્રિમાં આ વખતે શુ છે લેટેસ્ટ

N.D

આ વખતે ફ્લોપ લાઈટવાળા દાંડિયા-

ગયા વર્ષે લાઈટવાળી પાઘડી અને ડાંડિયાનો ક્રેજ વધારે રહ્યો હતો અને તેને ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. આ પાઘડી અને ડાંડિયાની વચ્ચે લાઈટ હોય છે અને તેનું એક છુપાયેલુ બટન હોય છે તેને એક વખત પ્રેસ કરવાથી તે 10-15 મિનિટ સુધી ચાલે છે અને ગરબા રમતા રમતા આ લાઈટ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ભાડાના ડ્રેસીસ :

ભાડાના ડ્રેસીસમાં આજના યુવક યુવતીઓ રૂપિયા 200થી માંડિને 3000 એક જ રાત્રી પાછળ ખર્ચી નાંખે છે. હા તેના માટે જરૂરી છે કે તમારૂ પોકેટ કેટલુ ભારે છે. નવરાત્રિમાં ચણિયાચોળીથી લઈને કંદોરો, હાથનો જુડો, માથાની ટોપી બધી જ વસ્તુ બહાર ભાડેથી મળી જાય છે.
N.D

જુની વસ્તુઓનો ક્રેઝ હજુ પણ-

આ વખતે ગરબે ઘુમવા માટે માનુનીઓ માટે શોર્ટ ઘાઘરા વધારે હોટ ફેવરિટ છે. આજકાલ બજારની અંદર કેટલાયે પ્રકારની નવી વસ્તુઓ આવી છે અને અવનવી ફેશન પણ આવી છે તે છતાં પણ જુની વસ્તુઓનો ક્રેઝ એટલો જ છે. આ ઉપરાંત ઓર્નામેંટની અંદર દામણી, શોર્ટ નેકલેસ, બાજુબંધ, ઝાંઝર, ટ્રેડીશનલ ટીકા, પાયલ, કોડીના નેકલેસની અવનવી વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે. ચણિયાચોળીમાં કરછી વર્ક, મોતી-ટીકા-ભુંગડીનું વર્ક વગેરે ખુબ જ ફેમસ છે તે ઉપરાંત કોપર વર્ક અને કોડી વર્ક પણ ઈન ફેશનમાં છે.

તો કોની રાહ જોઈ રહ્યાં છો હવે થઈ જાવ તૈયાર ગરબે ઘુમવા માટે.