શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Modified: મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (15:52 IST)

Fafda Jalebi - દશેરાના દિવસે લોકો કેમ ખાય છે જલેબી-ફાફડા અને પાન ? ભગવાન રામ સાથે છે તેનુ કનેક્શન

jalebi fafda
દશેરાના દિવસે ગુજરાતનુ એક વિશેષ વ્યંજન જલેબી અને ફાફડા ખાવા સારુ ગણવામાં આવે છે. જલેબી મૈદાથી બનેલી મીઠાઈ છે જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન અને આફ્રિકાના કેટલાક ભાગમાં ખૂબ જ લોકપ્રિય છે. ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ જલેબીને રબડી, સમોસા અને કચોરી સાથે પણ ખાવામા આવે છે. ગુજરાતમાં ઘણા લોકો ફાફડા સથે જલેબી ખાવી પસંદ કરે છે. જે બેસનથી બનેલી એક તળેલુ ફરસાણ છે. જો કે દશેરાના દિવસે ફાફડા અને જલેબી કેમ ખાવામાં આવે છે તેની પાછળ અનેક જુદા જુદા કારણ છેૢ જેના વિશે આજે અમે તમને બતાવીશુ. 
 
દશેરા પર કેમ ખાવામાં આવે છે જલેબી ?
પૌરાણિક કથા મુજબ ભગવાન રામને શશકુલી નામની મીઠાઈ ખૂબ પસંદ હતી. જેને હવે જલેબીના નામથી ઓળખવામાં આવે છે. આ મીઠાઈ માટે તેમનો પ્રેમ એટલો હતો કે તેમને જલેબી ખાઈને રાવણ પર પોતાની જીતને સેલીબ્રેટ કરી. આ જ કારણ છે કે રાવણ દહન પછી ભગવાન રામની જીતનો ઉત્સવ ઉજવવા માટે દરેક કોઈ જલેબીનો આનંદ લે છે. 
 
ફાફડા જલેબી સાથે કેમ ખાવામાં આવે છે?
દંતકથાઓ છે કે શ્રી હનુમાન તેમના પ્રિય ભગવાન રામ માટે ચણાના લોટના ફાફડા સાથે ગરમ જલેબી બનાવતા હતા. ત્યારથી એવું માનવામાં આવે છે કે દશેરાના ઉપવાસનો અંત ચણાનો લોટ (ફાફડા) અને જલેબી ખાવાથી જ થવો જોઈએ.
 
પુરાણોમાં પણ ઉલ્લેખ  
જૂના જમાનામાં જલેબીને 'કર્ણશષ્કુલિકા' કહેવામાં આવતી હતી. એક મરાઠા બ્રાહ્મણ રઘુનાથે 17મી સદીના ઐતિહાસિક દસ્તાવેજમાં જલેબી બનાવવાની વિધિનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેનું નામ કુંળ્ડલિની છે." એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, ત્યારે રાજ્યભરમાં જલેબીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો ઉલ્લેખ ભોજનકુતૂહલ નામના પુસ્તકમાં છે. ઘણી જગ્યાએ તેને શશ્કુલી તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 
જલેબીની બહેન ઈમરતી
કૃપા કરીને જણાવો કે ઈમરતી જલેબી કરતા પાતળી અને મીઠી હોય છે. કહેવાય છે કે ઈમરક્તી જલેબીની નાની બહેન છે. આવી સ્થિતિમાં તમે રાવણ દહન પછી ઈમરતી પણ ખાઈ શકો છો.
 
શુ કહે છે વૈજ્ઞાનિક 
 
જો કે હિન્દુ ધર્મગ્રંથોમાં વર્ણવેલા સિદ્ધાતો અને અનુષ્ઠાનો ઉપરાંત દશેરા પર જલેબી-ફાફડા ખાવાના કેટલાક વૈજ્ઞાનિક તથ્ય પણ હોય છે. ઉલ્લેખનીય છે કે દશેરા એવા મોસમમાં પડે છે જ્યારે દિવસ ગરમ અને રાત ઠંડી હોય છે. ચિકિત્સકીય દ્રષ્ટિથી આ ઋતુમાં જલેબીનુ સેવન કરવુ સારુ માનવામાં આવે છે.  ગરમ જલેબી કેટલીક હદ સુધી માઈગ્રેનની સારવાર કરવામાં કારગર છે. બીજી બાજુ તેનાથી તમે બૈડ કાર્બ્સથી પણ બચ્યા રહો છો. 
 
દશેરા પર કેમ ખાવામાં આવે છે પાન ?
 
રાવણ દહન પહેલા શ્રી હનુમાનજીને પાનનુ બીડુ ચઢાવવામાં આવે છે. સંસ્કૃતિમાં બીડુ શબ્દને અસત્ય પર સત્યની જીત સાથે જોડીને જોવામાં આવે છે.  આ કારણ છે કે રાવણ દહન પછી બીડુ ખાવામાં આવે છે. બીજી બાજુ વૈજ્ઞાનિકોનુ માનીએ તો 9 દિવસ ઉપવાસ ખતમ કર્યા બાદ પાચન ક્રિયા ઓછી થઈ જાય છે.  આવામાં પાનનુ સેવન તેને યોગ્ય રાખવામાં અને ભોજનને પચાવવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી ઈમ્યુનિટી પણ વધે છે.  જે બદલતી ઋતુમાં ખૂબ જરૂરી છે.