2011ની સૌથી વધુ ચર્ચિત ઘટનાઓ
પાછળ વળીને જોઈએ તો આ વર્ષે આખા દેશમાં અને મીડિયાના તમામ માધ્યમોમાં એક જ મુદ્દો દરેક રીતે અન જોરશોરથી છવાયેલો રહ્યો, એ મુદ્દો છે અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન. અન્ના હજારેની લોકપાલની લડાઈ. અન્ના હજારેએ ભ્રષ્ટાચારને રોકવા માટે લોકપાલ બીલ લાવવાની માંગ પર 5 એપ્રિલ 2011થી આંમરણ અનશન શરૂ કર્યુ અને તેમની સાથે દેશના ખૂણા ખૂણામંથી લોકો જોડાઈ ગયા. સતત 10 દિવસ સુધી અનશન પર રહ્યા પછી છેવટે અન્નાએ અનશન ત્યારે તોડ્યુ જ્યારે સરકાર લોકપાલ પર એક સમિતિ બનાવવા સહેમત થયા. જો કે એવી શક્યતા છે કે અન્નાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન હવે 2012માં પ્રવેશ કરી જશે.
અલકાયદા સરગના ઓસામા બિન લાદેને જ્યારે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલો કરાવ્યો, ત્યારથી અમેરિકાની ગુપ્ત એજંસીઓ તેમનો ખાત્મો કરવાનો પૂરજોશથી પ્રયત્ન કરી રહી હતી. છેવટે દસ વરસ પછી 2 મે 2011ના રોજ અમેરિકી સેનાના સીલ્સ અને સીઆઈએના સંચાલકો દ્વારા પાકિસ્તાનના એબોટાબાદમાં તેમના રહેઠાણ પર તેમને નિશાન બનાવવામાં આવ્યા. અલકાયદાએ પણ 6 મે ના રોજ તેમના મોતની ચોખવટ કરી દીધી અને આ રીતે દુનિયાના એક કુખ્યાત આતંકવાદીનો અંત થયો.