બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી લેખકો
Written By દિપક ખંડાગલે|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:09 IST)

કવિ કલાપી

કવિ કલાપીનું પુરૂ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે. તેઓ કલાપી તરીકેના ઉપનામ તરીકે ઓળખાય છે.

તેમનો જન્મ 26-1-1874ના રોજ લાઠી ગામે રાજવી કુંટુંબમાં થયો હતો. તેમના લગ્ન 15 વર્ષની નાની ઉંમરે કચ્છના કુંવરી રમાબા ઉર્ફે રાજબા સાથે થયા હતાં.

તેમને ગુજરાતી સાહિત્યક્ષેત્રે ખૂબ જ પ્રદાન કર્યું હતું. નાનપણથી જ તેઓ સાહિત્ય અને સૌદર્યનો શોખ ધરાવતા હતાં. કાવ્યો રચવાની શરૂઆત તેમણે 1892થી કરી હતી.

તેમના મોટાભાગના કાવ્યો પ્રણયમય છે. રાજબા સાથે પિયરથી સાથે આવેલી મોંઘી નામની દાસીના પ્રેમમાં પડ્યા હતા. તેને તેઓ શોભના કહીને બોલાવતા હતાં.

તેમની મુખ્ય કૃતિઓમાં કલાપીનો કેકારવ, કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મવિચાર નો સમાવેશ થાય છે. તેઓ 9-6-1900ના રોજ મુત્યું પામ્યા હતાં. તેઓ માત્ર 26 વર્ષનું ટુંકુ જીવન જીવ્યાં હતાં.