બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી લેખકો
Written By દિપક ખંડાગલે|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:09 IST)

નર્મદ

કવિ નર્મદ નું પુરૂ નામ નર્મદાશંકર લાભશંકર દવે હતું. તેમનો જન્મ 24-8-1833 માં સુરતમાં થયો હતો. તેમની માતાનુ નામ નવદુર્ગા હતુ. તેમણે સુરતમાં દુર્ગારામ મહેતાજીની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું.

નર્મદના ત્રણ લગ્ન થયાં હતાં. તેમની પ્રથમ પત્નીનું નામ ગૌરી હતું. તેમણે કોલેજમાં બુદ્ધીવર્ધક સભાની સ્થાપના કરી હતી. તેમને આત્મબોધ નામનુ પ્રથમ કાવ્ય રચ્યું હતું. તેમને અભ્યાસ અધુરો મુકીને શિક્ષણનો શરૂ કર્યો હતો.

નર્મદે સમાજ સુધારક તરીકે પણ કામ કર્યુ હતુ. તેમને ગુજરાતી સાહિત્યનો ઉડોં અભ્યાસ કર્યો હતો. જય જય ગરવી ગુજરાતના સર્જક નર્મદ ગુજરાતીના પ્રથમ શબ્દકોષકાર, ગદ્યકાર અને ચરિત્રકાર હતા. તેમને ગુજરાતી વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા હતાં. 1864 માં ડાંડિયો નામનું પાક્ષિપ શરૂ કર્યુ હતું. અને તેના વડે સમાજ સુધારણાનું કામ હાથ ધર્યું હતું.

નર્મદ 25-2-1886માં મુત્યું પામ્યાં હતાં.