શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી લેખકો
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2023 (09:55 IST)

અશ્વિની ભટ્ટની જન્મજયંતિ - ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર

popular novelist of Gujarati language
popular novelist of Gujarati language
અશ્વિની ભટ્ટ ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર અને અનુવાદક હતા. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી. તેમનો જન્મ શિક્ષણશાસ્ત્રી હરપ્રસાદ ભટ્ટ અને શારદાબેન ભટ્ટને ત્યાં ૨૨ જુલાઇ, ૧૯૩૬ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. . પિતાના નામ ઉપરથી જ તેમણે બંગલાનુ નામ જાણે તીર્થસ્થાન હોય તેમ હરકીપોડી રાખેલું. અશ્વિનીભાઈ જુવાનીથી નાટકિયો જીવ હતા. પિતા સાયકોલોજિસ્ટ હતા એટલે અશ્વિનીભાઈએ સાયકોલોજીના વિષય સાથે એમ. એ. કરેલું. એટલે તે વાર્તાકાર કે નાટકકાર તરીકે વાચક અને પ્રેક્ષકની નાડ પારખતા.
 
અમદાવાદના એક દૈનિકમાં તેમણે ‘આશ્કા માંડલ’ની નવલકથા હપતાવાર શરૂ કરી.અશ્વિની ભટ્ટને લાંબે લસરકે નવલકથા લખવાની ટેવ હતી. તંત્રીને લાગ્યું કે વાર્તા લાંબી ચાલે છે એટલે અશ્વિનીભાઈને કહ્યું ‘હવે વાર્તા પૂરી કરો.’ ત્યારે અશ્વિનીભાઈએ કહ્યું કે વાર્તા અડધે જ પહોંચી છે. તો પણ તેમના ઉપર તંત્રીગીરી દેખાડી અને વાર્તા અધૂરી જ રહી ગઈ. વાચકોને ભયંકર આચકો લાગ્યો. ઠેર ઠેરથી વાચકોના કાગળોનાં થોકડા આવવા લાગ્યા અને નવલકથા ફરી શરૂ કરવી પડી. તેમની નવલકથાઓને કારણે અખબારો અને મેગેઝિનોનો ફેલાવો ખૂબ વધ્યો હતો.
 
અશ્વિની ભટ્ટે ૧૨ નવલકથાઓ અને ૩ નવલિકાઓ લખેલી છે. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઇ છે