મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી લેખકો
Written By દિપક ખંડાગલે|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:09 IST)

ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશીનો જન્મ 21-7-1911 ના રોજ ગુજરાતના સાબરકાઠાં જિલ્લાના બામણા ગામમાં થયો હતો.તેમણે પ્રાથમિક શિક્ષણ બમણા ગામમાં મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ શહેરમાંથી તેમને બી.એ. પાસ કર્યું.

શરૂઆતમાં તેમણે શિક્ષક તરીકે નોકરી કરી. તેઓ એક સારા કવિ અને નવલકથાકાર હતા. ગાંધીયુગના પ્રધાન સાહિત્યકાર પણ હતાતેમણે સાહિત્ય ના અનેક ક્ષેત્રોમાં સેવા પુરી પાડી છે.તેમને કવિતાઓ,એકાંકીઓ,વાર્તાઓ, નિબંધ સંગ્રહ અને અનુવાદો પણ કર્યા છે.તેમને રાષ્ટ્રીયકક્ષાએ નામના પ્રાપ્ત કરી છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓ જેલમાં પણ રહ્યાં છે.

તેમને 1939માં ગુજરાતી સાહિત્‍યનો રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

1967માં ભારત સરકારે તેમના કાવ્ય સંગ્રહ નિશિથ માટે જ્ઞાનપીઠ એવોર્ડ અર્પણ કર્યો હતો.

1970 માં તેમને ગુજરત યુનિર્વિસીટીના કુલપતિ તરીકે ફરજ બજાવી હતી.

19 ડિસેમ્બર 1988 ના રોજ મુબંઇ ખાતે તેમનું અવસાન થયું હતું.