શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. ફરાળી વાનગીઓ
Written By વેબ દુનિયા|

ફરાળી કટલેસ

N.D
સામગ્રી - અડધી વાડકી સાબુદાણા, 5-6 બાફેલા બટાકાં, અડધી વાડકી સીંગદાણાનો ભૂકો, સમારેલી કોથમીર, 3-4 લીલા મરચાં, કિશમિશ 15-20 દાણા,મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી, લાલ મરચાનો પાવડર, તળવા માટે તેલ.

રીત - સાબુદાણાને ધોઈને બે કલાક પલાળી મૂકો. બટાકાંને છીણી લો. હવે તેમાં સીંગદાણાનો ભૂકો, સમારેલી કોથમીર. લીલાં મરચા, મીઠું-મરચું નાખી સારી રીતે ભેળવો. હવે તેમાં પલાળેલા સાબુદાણા નાખી સારી રીતે મિક્સ કરો. તેની ગોળ આકારમાં કટલેસ તૈયાર કરો.

એક કઢાઈમાં તેલ તપાવી આ કટલેસને તળો, વચ્ચે-વચ્ચે પલટાવતા રહો. આ ગરમા ગરમ કટલેસ દહીં સાથે પરોસો.