શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By Author કલ્યાણી દેશમુખ|
Last Updated : બુધવાર, 15 જૂન 2022 (23:13 IST)

ફાધર્સ ડે - થેંક્યુ પપ્પા

માતાએ આપ્યુ જીવન 
તમે એ જીવનમાં ભર્યો રંગ 
પૂરા કર્યા  સપના બધા 
અને ઉડ્યો હુ સફળતાને સંગ 
મને મારી ઓળખ આપવા માટે થેંક્યુ પપ્પા 
 
શિક્ષકે આપ્યુ જ્ઞાન અને 
જ્ઞાનને આગળ વધારવા 
ખર્ચા મારા કર્યા પુરા તમે 
પણ તમારા જરૂરિયાતો રહી અધૂરી 
પરસેવાની કમાણીને મારી પાછળ 
ખુશીથી ખર્ચવા માટે થેંક્યુ પપ્પા 
 
તમારા આશીર્વાદથી મહેનત  
મારી રંગ લાવી 
ડિગ્રી આવતા જ મારે માટે 
સરસ પેકેજની નોકરી લાવી 
તમારા આરામનુ ન વિચારીને 
તમે મને બીજા શહેરમાં જોબ 
કરવા જવા દીધો એ માટે થેંક્યુ પપ્પા 
 
આજે હુ પણ બની ગયો છુ પિતા 
પણ જીવનની ભાગદોડમાં 
હુ કદાચ ન બની શકુ તમારા જેવો ફાધર 
બાળકો પર ગુસ્સો કરવા જતા 
આંખો સામે આવી જાય છે બાળપણના એ સ્મરણ 
કેટલી ધીરજથી તમે અમને ઉછેર્યા 
પિતા તરીકેની ધીરજ શીખવાડવા
અને મને સારો પિતા બનવા પ્રેરિત કરવા
થેંક્યુ થેંક્યુ થેંક્યુ પપ્પા