શનિવાર, 23 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

ચીની સિક્કાઓ

W.DW.D

જીવનમાં ધનપ્રાપ્તિ માટે ચીની સિક્કાઓનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે પોતાના પર્સમાં ત્રણ સિક્કાઓ રાખવાથી તેમાંથી ધન ઓછુ થતું નથી અને તે શુકનવંતુ પણ કહેવામાં આવે છે. આ સિક્કાઓ જુના પુરાણા હોય તેવા લાગે છે અને તેની વચ્ચે છેદ હોય છે. આ સિક્કાઓને લાલ દોરાથી જ બાંધો કેમકે ફેંગશુઈ પ્રમાણે લાલ રંગ યાંગની પોઝીટીવ ઉર્જાને ઉત્પન્ન કરે છે. વળી તમે તેને તમારા ઘરના મુખ્ય દ્વારની પાછળ પણ લટકાવી શકો છો. જો તમારે કોઇને ભેટ આપવી હોય તો આનાથી ઉત્તમ વસ્તુ કોઇ નથી. આ તમે કોઇને ગીફ્ટમાં આપશો તો તે શુકનવંતુ પણ ગણાશે.