ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

ફેંગશુઈથી દામ્પત્ય જીવન સુખી બનાવો

W.D

પશ્ચિમના અમુક દેશો અને યુરોપની અંદર લોકો પોતાના ઘરની અંદર લવ બર્ડસ રાખે છે. લવ બર્ડસ દામત્ય જીવનમાં પ્રેમ અને સૌહાર્દ બનાવી રાખે છે. જો તમે તમારા ઘરની અંદર લવ બર્ડસ રાખ્યા હોય તો તે વાતનું ધ્યાન રાખો કે તે પીંજરાની અંદર કેદ ન હોય નહિતર તમારા પ્રેમ સંબંધની અંદર ઉન્મુક્તતા નહી હોય અને તે એવા થઈ જશે કે જાણે કોઈ પણ કારણ વિના બંધનમાં બંધાઈ ગયા હોય.

ફેંગશુઈમાં વાસ્તુ કે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણાને પરસ્પરના સંબંધો, પ્રેમ અને રોમાંસ માટેનું ક્ષેત્ર માનવામાં આવે છે. આ ખુણાને ઉર્જાંવિત રાખવાથી દામ્પત્ય જીવનમાં પ્રગાઢતા આવે છે અને અંદરોઅંદર પ્રેમ બની રહે છે. ફેંગશુઈમાં દામ્પત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા માટે બેડરૂમ કે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં મંડેરિયન ડક્સ રાખવા લાભકારી માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે અવિવાહીત યુવક-યુવતિઓના બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમમાં જો મેંડેરિયન એક્સના જોડા કે તેમના ફોટા રાખવામાં આવે તો તેમના લગ્ન ઝડપથી થઈ જાય છે. વિવાહીત લોકો મેંડેરિયન ડક્સની સાથે યુગલ તસ્વીર પણ રાખી શકે છે.

બજારમાં અનેક પ્રકારના મેંડેરિયન ડક્સ મળે છે. આમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં રાખવા માટે રોઝ ક્વાર્ટરથી બનેલા મેંડેરિયન ડક્સને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. લગ્નને યોગ્ય યુવતિઓનાં રૂમમાં રોઝ ક્વાર્ટરથી બનેલ મેંડેરિયન ડક્સ શુભ માનવામાં આવે છે. આનાથી તેમના ઝડપથી થઈ જાય છે. પરંતુ તેમને મુકતી વખતે એક વાતનું ધ્યાન જરૂર રાખો કે તેમની સંખ્યા બેની હોય અને તેમાંથી એક નર અને એક માંદા હોય.