પુણેમાં અનોખો વિરોધ- ખરાબ 'થાર' SUV ને ગધેડાઓ પાસે ખેચાવીને શોરૂમ લઈ ગયો ગ્રાહક
તમે SUV કાર થાર ની તેજ ગતિ અને તેને કારને થનારા માર્ગ અકસ્માત વિશે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સમાચારમાં વાંચ્યુ હશે પણ મહારાષ્ટ્રના પુણેમાં થાર ને લઈને જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ રસપ્રદ છે. ઉલ્લેખનીય છે કે પુણે જીલ્લામાં રહેનારા એક વ્યક્તિએ પોતાની થાર એસયૂવીમાં આવી રહેલ સતત તકનીકી ગડબડીઓથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે તેનો વિરોધ કરવાનુ નક્કી કર્યુ. વિરોધ પણ એવો જેને લઈને હવે સોશશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તમે પણ આ રીતનો વિરોધ જાણીને ચોંકી જશો.
વ્યક્તિ કાર ડીલરના વિરુદ્ધ પોતાનો વિરોધ બતાવતા પોતાની થાર કાર ને બે ગધેડા પાસેથી ખેચાવતા કાર શોરૂમ સુધી લઈ ગયો. કારના માલિક ગણેશ સંગડે, તેમની કારની ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ ન થવાથી નારાજ હતા. તેમનો દાવો છે કે તેમણે આ કાર થોડા મહિના પહેલા જ ખરીદી હતી, પરંતુ શરૂઆતથી જ તેમાં પાણી લીક થવું, ઓછું માઇલેજ અને જોરદાર એન્જિનનો અવાજ સહિત સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
તેમણે આ ફરિયાદો વારંવાર ડીલરને જણાવી, પરંતુ વારંવાર પ્રયાસો છતાં જ્યારે તેમની ફરિયાદો સાંભળવામાં ન આવી, ત્યારે તેમણે આ પદ્ધતિનો આશરો લીધો. ગધેડા દ્વારા તેમની કાર ખેંચતી વખતે, ગણેશે તેમની કાર પર મરાઠીમાં એક મોટું પોસ્ટર પણ લગાવ્યું, જેમાં ડીલરની ટીકા કરવામાં આવી. ગધેડાઓનો SUV ખેંચવાનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
વાયરલ વીડિયોમાં કાર માલિક ડીલરના શોરૂમની બહાર બેન્ડ સાથે પહોંચતો દેખાય છે. શોરૂમની બહાર કાર પાર્ક કરતી વખતે, તે શક્ય તેટલા લોકોને તેમની કાર તરફ આકર્ષવા અને તે શા માટે આવું કરી રહ્યો છે તે જોવા માટે સતત ઢોલ વગાડે છે.