શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By દેવાંગ મેવાડા|

ફેંગશૂઈ ઘર

વાસ્‍તુશાસ્‍ત્ર જેવી રીતે ભારતીય સ્‍થાપત્‍ય કળા છે તેવી રીતે ફેંગશૂઇ ચાઇનીઝ સુશોભન પદ્ધતિ છે. ફેંગશૂઇ એ ચાઇનીઝ શબ્‍દ છે તેનો અર્થ પવન અને પાણી થાય છે. ફેંગશૂઇમાં પ્રકૃતિના તત્‍વોને ધ્‍યાનમાં રાખવામાં આવે છે. ફેંગશૂઇમાં મુખ્‍ય પ્રાધાન્‍ય તેના નામના અર્થ પ્રમાણે પાણી અને પવનનો યોગ્‍ય સુમેળ કરીને સુશોભન કરવામાં આવે છે. કારણકે, આ બંને તત્‍વોના કારણે પૃથ્વિ પરની સમગ્ર જીવ સૃષ્‍િટ અસ્‍િતત્‍વ ધરાવે છે. માટે જ ફેંગશૂઇમાં આ બંને તત્‍વોને ધ્‍યાનમાં રાખવાથી નકારાત્‍મક ઊર્જાથી મુક્તિ પામીને હકારાત્‍મક ઊર્જા મેળવી શકાય છે.

આપણા નિવાસ્‍થાનમાં પ્રવેશ દ્વારનું સ્‍થાન પ્રથમ આવે છે. માટે પ્રવેશ દ્વારની બાબતમાં ફેંગશૂઇ પ્રમાણે ખાસ ધ્‍યાન રાખવામાં આવે છે. ફેંગશૂઇ કહે છે કે, ઘરના દરવાજા એક-બીજાની વિરૂદ્ધ દિશામાં ખુલવા જોઇએ. ઘરનાં અન્‍ય ફર્નિચરને દરવાજાથી શક્ય હોય તેટલા દૂર રાખવું જોઇએ. દરવાજાનું માપ રૂમના આકાર પ્રમાણે રાખવું. દરવાજો જરૂરત કરતા વધારે મોટો હોય તો હકારાત્‍મક ઊર્જા દ્વારથી બહાર જતી રહે છે. અને જો દરવાજો બહુ નાનો હોય તો સારી ઊર્જાને ઘરમાં પ્રવેશ કરતા રોકે છે. માટે પ્રવેશ દ્વારનો દરવાજો યોગ્ય સાઇઝનો દરવાજો રાખો. મુખ્‍ય પ્રવેશ દ્વારની સામે ક્યારે પણ વૃક્ષ ન લગાવો અથવા વૃક્ષ હોય તો તેને દૂર કરો. ફેંગશૂઇ પ્રમાણે દ્વારની સામે વૃક્ષને અશુભ માનવામાં આવે છે. દરવાજા પર લાલ રંગની સાજ સજાવટને ફેંગશૂઇમાં સારી માનવામાં આવે છે.

પ્રવેશ દ્વારથી ઘરમાં અંદર પ્રવેશ કરી ત્‍યાં બેઠક રૂમ (ડ્રોઇંગ રૂમ) આવે છે. આ રૂમમાં જરૂરી ફર્નીચર રાખવું, બીનજરૂરી ફર્નીચરનો ખડકલો કરવો જોઇએ નહીં. આ રૂમને સારા ચિત્રો અને કલાત્મક આભૂષણોથી શણગારવો જોઇએ. ભયાનક અને વિકરાળ પ્રાણી ના ચિત્રો પસંદ ન કરવા. આ રૂમમાં કાંટાળા છોડવાઓ ન રાખવા.

રસોઇ ઘર બેડકરૂમ સાથે જોડાયેલ હોય તો બંનેને અલગ કરવા તેમની વચ્‍ચે વેલાઓનું પાર્ટીશન કરવું જોઇએ. રસોડા માટે ઘરનો પૂર્વ, ઉત્તર અથવા અગ્નિ ખૂણો શ્રેષ્‍ઠ છે. રસોડામાં હંમેશા ઓવન અને સિંક એક દિશામાં રાખવા જોઇએ. કુદરતી પ્રકાશ રસોઇ ઘરમાં પૂરતા પ્રમાણમાં આવવો જોઇએ. માટે ત્‍યાં બારી હોવી જરૂરી છે. રસોડામાં ઔષધીના છોડવાઓ જેવાકે, હળદર, અજમો, આદુ, એલચી, વગેરેના છોડવા રોપવા જોઇએ.

ફેંગશુઈ પદ્ધતિ પ્રમાણે શયન કક્ષમાં સુવાનો પલંગ લાકડાનો પસંદ કરો. પલંગની સામે અરીસો કદી પણ ન રાખો. શયનકક્ષ માટે પશ્ચિમ દિશા સર્વ શ્રેષ્‍ઠ છે. આ કક્ષમાં કબુતરના જોડાનું ચિત્ર રાખવાથી પતિ-પત્ની વચ્‍ચે પ્રેમ વધે છે.

સ્નાનઘર હંમેશા ઉત્તર દિશામાં રાખવું જોઇએ. કારણકે આ દિશા સ્‍નાનઘર માટે સારી છે. સ્‍નાનઘરમાં પાણીને અનુરૂપ વાદળી રંગ ઉત્તમ છે. તેમાં નળમાંથી પાણી ટપકવું જોઇએ નહીં. બાથરૂમના દરવાજા હંમેશા બંધ રાખવા.

બગીચાનો આકાર ફેંગસૂઇમાં ગોળ અથવા અષ્‍ટકોણને ઉત્તમ કહ્યોં છે. બગીચામાં પંચતત્‍વનો યોગ્ય ઉપયોગ કરીને તેની સજાવટ કરો. તમારા બગીચામાં વૃક્ષો અને છોડવાઓ લાલ અને નારંગી કલરના વધુ પસંદ કરો. થોર જેવા કાંટાળા પ્લાન્ટ ન રાખવા.

આ પ્રમાણે તમારા ઘરમાં ફેંગશૂઇ કળાનો યોગ્ય ઉપયોગ કરીને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે. ભારતીય સમાજમાં ભલે વાસ્‍તુનો બહોળો ઉપયોગ થતો હોય, છતાં વાસ્‍તુશાસ્‍ત્રની સાથે-સાથે ચાઇનીઝ ફેંગશૂઇ કળાનો ઉપયોગ કરવાથી નુકશાન નથી થતું.