મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

માછલીઓનું ઘર- એક્વેરિયમ

N.D

તમે તમારા ઘરને સજાવવા માટે શુ નથી કરતાં છતાં પણ અસંતુષ્ટ રહીએ છીએ. ઘણી વખત તમને એવું પણ લાગે છે કે આટલી બધી વસ્તુઓ હોવા છતાં પણ તમારો રૂમ બેજાન લાગે છે. જો તમે પણ આવું જ વિચારતા હોય તો અમે તમને એક એવી રીત જણાવી રહ્યાં છીએ જે તમારા ઘરની અંદર ફક્ત સજાવટ નહી વધારે પરંતુ ઘરની રોનકને અનેક ઘણી વધારી દેશે.

પોતાના ઘરમાં સજીવતા લાવવા માટે થોડીક સજીવ વસ્તુઓ લઈ આવો જેમકે એક્વેરિયમ. એક્વેરિયમ એટલે કે માછલી ઘર જીવંતતાનું જીવતુ જાગતું ઉદાહરણ છે. જે તમારી અંદર સ્ફૂર્તિ ભરી દે છે. ખુબ જ ઓછા લોકો જાણે છે ફેંગશુઈ જે ચીનનું વાસ્તુવિજ્ઞાન છે તે ઘરને તણાવમુક્ત રાખવા માટે એક્વેરિયમને વધારે મહત્વ આપે છે.

જ્યારે તમે સાંજે થાકીને ઘરે આવો છો ત્યારે એક્વેરિયમને જોઈને તમારૂ મન ખુશ થઈ જાય છે. માછલીઓની ધીમી ચાલ ઉમડ-ઘુમડ અને જાત જાતની હરકતો મનને ખુબ જ શાંતિ આપે છે.

આને આપણે એક તીરથી બે નિશાન કહી શકીયે. એક તો ઘરની સુંદરતામાં પણ વધારો થાય અને મન પણ શાંત રહે છે. જો તમે ઈચ્છતા હોય તો એક્વેરિયમ ઘરની અંદર પણ બનાવી શકો છો. કોઈ પણ એક્વેરિયમની કિંમત, માછલીઓની જાતી, તેમની સંખ્યા અને ઉપકરણોની ગુણવત્તા પર આધાર રાખે છે.

તમે જ્યારે પણ એક્વેરિયમની ખરીદી કરો ત્યારે તેની ગુણવત્તા, તેઓ આકાર, માછલીઓની સંખ્યા, રૂમની લંબાઈ- પહોળાઈ વગેરે બાબતોને ધ્યાનમાં રાખો.