Year Ender 2025: વર્ષ 2025 મા ચર્ચામાં રહ્યા આ 5 મંદિર, જાણો કેમ ?
Year Ender 2025: વર્ષ 2025 ખતમ થવાનુ છે. આ વર્ષે ભારતના કેટલાક મંદિર વિશેષ ચર્ચામાં રહ્યા. જાણો કયા કયા મંદિર 2025 માં વિશેષરૂપે ન્યુઝનો ભાગ્ય રહ્યા અને જાણો કેમ ?
2025 ના ચર્ચિત મંદિર
આ વર્ષે પુરીનું જગન્નાથ મંદિર પણ ચર્ચામાં રહ્યું કારણ કે એક પક્ષીએ મંદિરમાં લહેરાતો ધ્વજ ચોરી લીધો હતો. આ ઘટના બાદ, ઘણી અનિચ્છનીય ઘટનાઓની આગાહી કરવામાં આવી હતી. જ્યોતિષીઓએ આને અશુભ શુકન તરીકે ગણાવ્યુ.
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં એક દુર્લભ અને રસપ્રદ ઘટનાએ ધ્યાન ખેંચ્યું. મંદિરના શિખર પર ત્રણ દિવસ સુધી એક સફેદ ઘુવડ બેઠું રહ્યું. આને ખૂબ જ શુભ માનવામાં આવતું હતું, કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે.
આ વર્ષના અંત પહેલા, અયોધ્યાના રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહ ચર્ચાનો વિષય હતો. પીએમ મોદીએ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો હતો, જેમાં ઘણા અગ્રણી સંતો હાજર રહ્યા હતા.
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર ચોકમાં આ વર્ષે ભીષણ આગ લાગી હતી. શંખ દ્વાર પાસે એક ઓફિસની બેટરીમાં આગ લાગી હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી.
2025 ની શરૂઆતમાં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયું હતું. જેની ચર્ચા ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ હતી.