સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

મનોરંજનના સંસાધનો યોગ્ય જગ્યાએ...

PARULW.D

આજકાલ રોજ નિતનવા આવતાં મનોરંજનના સંસાધનોનો ઉપયોગ કરતાં પહેલાં થોડુક ધ્યાન રાખવું જરૂરી છે. સૌ પ્રથમ તો ઘરમાં કોઈ પણ નવું મનોરંજનનું સાધન લાવવાના હોય તો તેને ઘરમાં કઈ જગ્યાએ અને કયા ખુણામાં મુકશો તેનું ખાસ ધ્યાન રાખો.

કેમકે ઘણી વખત આવા સંસાધનો ખોટી જગ્યાએ મુકી દેવાથી તેમાંથી નેગેટીવ ઉર્જા નીકળે છે ઘરમાં નુકશાનકર્તા હોય છે. તેને મુકવા માટે તમારા ઘરમાં બેઠકરૂમની અંદર પશ્ચિમ દિશાની દિવાલ અને પશ્ચિમ ખુણો સર્વશ્રેષ્ઠ છે. પશ્ચિમ ખુણો ધાતુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તે ખુણાની અંદર નેગેટીવ ઉર્જાને નષ્ટ કરવાની ક્ષમતા છે.

ઈશાન ખુણામાં ક્યારેય પણ તિજોરી રાખવી નહિ ત્યાં ફક્ત મંદિર જ મુકવું.

ટી.વી. ટેપ તેમજ અન્ય મનોરંજનનાં સાધનો તમારા બેડરૂમમાં હોય તો તેને તમારા બેડની બિલકુલ સામે ન રાખશો. લિવિંગ રૂમની અંદર આવા સંસાધનો પશ્ચિમ, વાયવ્ય દિશામાં રાખવાં.

કબાટ, શોકેસ અને ચોપડાઓથી ભરેલા કબાટને પશ્ચિમમાં રાખો.

ટેલિફોનને પશ્ચિમ દિશામાં રાખવો યોગ્ય છે.