સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By કલ્યાણી દેશમુખ|

ફેંગશુઈ પ્રમાણે રસોઇઘર

કીચન મહિલા માટે મંદિર જેવું છે. મંદિર જેટલુ સાફ હોય તેટલી ભગવાન પ્રત્યે શ્રધ્ધા વધે છે. તેવી જ રીતે રસોડુ જેટલુ સાફ-સુથરુ હોય
તેટલી ખાવા પ્રત્યે રુચિ વધે છે. આડેઘડ રીતે ગોઠવેલુ રસોડુ ગૃહિણીની પ્રકૃતિને અસર કરે છે.

ફંગસુઈ પ્રમાણેનુ રસોડુ રસોઈ પર જ નહિ, ખાનાર વ્યક્તિ પર પણ અસર કરે છે. ફેંગસુઈ પ્રમાણે તમારુ રસોડું આ પ્રમાણે હોવુ જોઈએ.

-રસોઈ ઘર માટે શ્રેષ્ઠ સ્થાન ઘરની પૂર્વ, દક્ષિણ-પૂર્વ અથવા ઉત્તર દિશા છે, રસોઈ ઘરના દરવાજા સહેલાઈથી ખૂલવા જોઈએ.કારણ કે આ રસોઈ ઘરમાં ચિ નો પ્રવાહ નક્કી કરે છે. ઓવન અને સિંક વિપરીત દિશામાં ન હોવા જોઈએ.

-પ્રાકૃતિક પ્રકાશ રસોઈ ઘરમાં શ્રેષ્ઠ ચી લાવે છે એટલા માટે બારીનુ હોવું પણ આવશ્યક છે. રસોઈ ઘરમાં લગાવવા માટે જડીબૂટીના રોપા શ્રેષ્ઠ હોય છે.-

- ગેસ ઉપકરણની વિપરીત દિશામાં ફ્રિઝ, વોશિંગ મશીન, વોશ બેસિન અને ટોયલેટ ન હોવા જોઈએ, સિંક અને ગેસ ઉપકરણની વચ્ચે લગભગ 6 ઈંચ અથવા વધારે દૂરી હોવી જોઈએ.ક્યારેય પણ ગેસ ઉપકરણને કોઈ બારીની નીચે ન રાખો, કારણકે કાંચ અને બહારની દિવાલો દ્વારા ઉર્જાનો ક્ષય થાય છે. સ્ટવના નોબને ઉપરની તરફ રાખવુ, બધી ચિંતાઓથી મુકિત મેળવવાની આ શ્રેષ્ઠ રીત છે.

- ફ્રિઝના દરવાજાનું મોઢુ, રસોઈ ઘરમાં સ્થાપિત દેવતા અને કચરો ફેંકવાના સ્થાનની તરફ ન હોવુ જોઈએ. ફ્રિઝ જળ તત્વનુ પ્રતિક છે.
એટલે તેનુ મોઢુ કોઈ પણ એવી દિશામા ન હોવુ જોઈએ જે પરિવારના રસોઈના વિપરિત હોય. ફ્રિઝ્માં પૂરતી સામગ્રી સ્ટોર કરીને રાખવી જોઈએ., આનાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.


-રસોઈ ઘરમાં ગ્રેનાઈટૅ સિંકના સ્થાન પર સ્ટેનલેસ સ્ટીલ ના સિંકનો ઉપયોગ કરવો જોઈએ. કારણકે સ્ટેનલેસ સ્ટીલ પર કાંઈ નથી લાગતી ફેંગશુઈ પ્રમાણે સિંકને રસોઈ ઘર ના ઉત્તર-પૂર્વી ખૂણામાં સ્થાપિત કરવુ જોઈએ. સિંકને સ્ટોવની વિપરીત દિશામાં સ્થાપિત ન કરવું
જોઈએ.