શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

પવનઘંટડી ક્યાં લગાવશો

PARULW.D

ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે તેની એક ચોક્કસ દિશા છે જે દિશામાં લગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે. ફેંગશુઈમાં તેને લટકાવવાનું મહત્વ કંઇક અલગ જ છે તે માત્ર એક શો પીસ તરીકે ઘરમાં ન લટકાવવી. તેને લટકાવવાથી તમારા સદભાગ્યમાં વધારો થાય છે.

ફેંગશુઈમાં પવનઘંટડીની ભુંગળીઓની સંખ્યાને પણ ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમકે પશ્ચિમ દિશામાં સાત ભુંગળીવાળી પવનઘંટડી લગાવવાથી બાળકોની સર્જનવૃત્તિમાં વધારો થાય છે. કેમકે પશ્ચિમનો વિસ્તાર બાળકો અને સર્જનવૃત્તિ સાથે સંકળાયેલો છે.

ઘરના લીવીંગ રૂમના ઉત્તર-પશ્ચિમ ખુણામાં પવનઘંટડી લગાવવી જોઈએ. તેનાથી સારૂ ફળ પ્રાપ્ત થાય છે. આ ખુણો ધાતોનો માનવામાં આવે છે એટલા માટે આ ખુણામાં ધાતુમાંથી બનતી પવનઘંટડી રાખવાથી તે ખુણાની ઉર્જા તેને સક્રિય કરે છે.