ઘી પછી રામદેવનુ મરચુ પણ અસુરક્ષિત, કેન્દ્રની રિપોર્ટમાં મળી કીટનાશક દવા
યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ એકવાર ફરી વિવદોથી ઘેરાય ગયુ છે. પહેલા ઘી અને અન્ય ઉત્પાદોની ગુણવત્તા પર સવાલ ઉભા થઈ રહ્યા હતા. હવે પતંજલિ ફુડ્સના લાલ મરચાના પાવડરમાં કીટનાશક અવશેષોની વધુ માત્રા જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આ માહિતી આપી કે ઉત્તરાખંડ સ્થિત પતંજલિની નિર્માણ એકમ માટે લેવામાં આવેલ મરચા પાવડરમાં કીટનાશક અવશેષોની વધુ માત્રા જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે ઉત્તરાખંડમાં પતંજલિના ઉત્પાદન એકમમાંથી એકત્રિત કરાયેલા લાલ મરચાના પાવડરના નમૂનાને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે.
શુક્રવારે લોકસભામાં એક લેખિત જવાબમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે, "2024-25માં મસાલાના નમૂના લેવાના અભિયાન દરમિયાન, પતંજલિ ફૂડ્સના ઉત્તરાખંડ એકમમાંથી એકત્રિત કરાયેલા લાલ મરચાના પાવડરના નમૂના અસુરક્ષિત હોવાનું જણાયું હતું. તેમાં જંતુનાશક અવશેષોનું સ્તર નિર્ધારિત મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કરતા વધારે હતું." મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષણ અહેવાલના આધારે, સંબંધિત સત્તાવાળાએ ઉત્પાદન માટે રિકોલ ઓર્ડર જારી કર્યો હતો. આ પછી, ફૂડ બિઝનેસ ઓપરેટર (FBO) એ અસરગ્રસ્ત ઉત્પાદનને બજારમાંથી દૂર કરવાની શરૂઆત કરી છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને કંપનીને સૂચનાઓ જારી કરી છે. પતંજલિ માટે આ ઘટના નવી નથી. અગાઉ, કંપનીના ઘણા ઉત્પાદનો, જેમ કે ઘી, મધ, સરસવનું તેલ, વગેરેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં જાન્યુઆરી 2025 માં, FSSAI ના નિર્દેશ પર, પતંજલિએ બજારમાંથી લાલ મરચાંના પાવડરનો એક જથ્થો (લગભગ 4 ટન) પાછો ખેંચી લીધો હતો, કારણ કે તેમાં જંતુનાશક અવશેષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
કંપનીના સીઈઓ સંજીવ અસ્થાનાએ નિવેદન આપ્યુ હતુ કે પ્રભાવિત ઉત્પાદને પરત કરનારા ઉપભોક્તાઓને સંપૂર્ણ્ રિફંડ આપવામાં આવશે.
કીટનાશક અવશેષ કેમ છે ખતરનાક ? મસાલામાં જંતુનાશક અવશેષોનું ઉચ્ચ સ્તર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ અવશેષો લાંબા સમય સુધી ખાવામાં આવે તો કેન્સર, નર્વસ સિસ્ટમ સમસ્યાઓ અને અન્ય રોગોનું કારણ બની શકે છે. FSSAI ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ ખોરાક માટે મહત્તમ અવશેષ મર્યાદા નક્કી કરે છે.
ગ્રાહકને સલાહ
જો તમારી પાસે પતંજલિ લાલ મરચાંનો પાવડર હોય, તો બેચ નંબર તપાસો અને જો શંકા હોય તો તેને સ્ટોર પર પરત કરો.
હંમેશા વિશ્વસનીય બ્રાન્ડના મસાલા ખરીદો અને પેકેજિંગ પર FSSAI ચિહ્ન જુઓ.
ઘરેલુ રીતનો ઉપયોગ કરીને મરચાંના પાવડરની શુદ્ધતા તપાસો, જેમ કે તેને પાણીમાં ઓગાળીને ખાતરી કરો કે તે રંગીન નથી અથવા કોઈ વિચિત્ર ગંધ તો બહાર કાઢતું નથી.