ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....

N.D

પીળા ફૂલો : પોતાના ઘરમા દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ચીની માટીના કુંડામાં પીળા રંગના ફૂલો લગાવો. આવા ફૂલો રાખવાથી પારિવારીક સભ્યોની વચ્ચે અંદર અંદર પ્રેમ વધે છે.

દરવાજાની ઉપર કેલેંડર ન લગાવવું તે ઘરના સભ્યોની ઉંમર પર ખરાબ અસર પાડે છે.

ઘરની અંદર વાંસ કે તેનું ચિત્ર બનાવીને રાખો આનાથી ઘરની અંદર નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકાય છે અને ઘરની અંદર શાંતિ બની રહે છે.

પડદા આસમાની, લાલ કે લીલા રંગના જ લગાવો કેમકે આ રંગ શાંતિ, સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતિક છે.

રેડિયો તેમજ ટીવી ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. આનાથી પરિવારમાં સંપન્નતા સ્થાયી રૂપે વાસ કરશે.

સિંક ઉત્તર દિશામાં હોવું જોઈએ. આને ક્યારેય પણ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ નહિ. કેમકે દક્ષિણ દિશા અગ્નિ તત્વવાળી છે. અગ્નિ અને પાણીનું એક દિશામાં હોવું યોગ્ય નથી.

દરવાજાની તરફ પગ કરીને સુવાથી તે ઘરમાં ઝઘડો, બિમારી અને અન્ય મુશ્કેલીઓને આમંત્રે છે. અહીંયા સુધી કે મૃત્યુંના દેવતાને આમંત્રિત કરવા જેવું છે. જેથી કરીને ઉપરોક્ત વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.