રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By કલ્યાણી દેશમુખ|

કેવી છે આ મિત્રતા ?

gajendra
જીવન મારું અધુરુ છે જ્યા એ મિત્ર તુ નથી
બધુ હોવા છતાં એક ખાલીપો છે જ્યાં એ મિત્ર તુ નથી

કેવી હતી આપણી એ મૈત્રી જ્યાં પ્રેમની કોઈ સીમા નહોતી
પ્રેમને તો જવા દે આજે તારા એક કોલની પણ બેલ નથી

યાદ છે જ્યારે આપણે કરતા હતા વાતો,તો વાતો આપણી થંભતી નહોતી
વાતો તો જવા દો હવે તો તારા વિશે કોઈ સમાચાર પણ મળતા નથી

દરેક પળે હું જ તને સામે ચાલીને બોલાવુ છુ
એક તરફની આ મિત્રતા હું વર્ષોથી નિભાવુ છુ

છોડી દે એ અહંમને, ત્યજી દે દરેક ગેરસમજને
કે પછી સમજી લઉં કે મારા માટે તને હવે કોઈ પ્રેમ નથી ?