જતિન અને રિયાની કોલેજના પહેલા દિવસથી જ સારી ઓળખાણ થઈ ગઈ હતી. બંનેની પસંદ, નાપસંદ બહુ મળતી હતી. માટે તે બંનેને નજીક આવતા વધુ સમય લાગ્યો નહીં.
W.D
W.D
આ સંસાર નો વિચિત્ર નિયમ છે કે દરેક સારી વાતનો વિરોધ થાય છે. રિયા અને જતિનની મિત્રતા પણ બીજા વિદ્યાર્થીઓના આંખોમાં ખટકવા લાગી હતી અને બધાએ રિયા અને જતિનને એકબીજાની વિરુધ્ધ કાન ભંભેરણી કરવાની શરૂઆત કરી દીધી. ધીરે ધીરે બંને વચ્ચે દરાર વધતી ગઈ અને બેસ્ટ ફ્રેંડ કહેવાતા રિયા અને જતિન આજે એકબીજાનો ચેહરો પણ જોવાનું પસંદ નથી કરતાં.
આવું તે માટે થયુ કારણકે બંનેની મિત્રતામાં વિશ્વાસ નહોતો. લોકોની વાતો પર ભરોસો કરતા પહેલા તે બંનેએ એક-બીજા સાથે ચર્ચા કરી લેવી જોઈતી હતી.
એક મહાપુરૂષે કહ્યું છે કે ' માણસ મિત્રની મોત જીરવી શકે છે, મિત્રતાની નહિ.' મિત્રતાને જીંદગીંભર જીવંત રાખવા માટે નાની-નાની વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
છોકરીઓએ માટે જરૂરી....
મિત્રતામાં ઈમાનદાર રહો પણ પોતાની મર્યાદા કદી ન ભૂલો. છોકરીઓએ પોતાની સીમા પોતે જ નક્કી કરવી પડશે. પોતાના મિત્રો અંગેની વાત તમારા મા-બાપથી કદી ન સંતાડો. કદી પણ કોઈને કીધા વગર એકલા બહાર ન જશો. બની શકે તો ગ્રુપમાં જ બહાર જાવ.
છોકરીઓને કાચા કાનની માનવામાં આવે છે. કોઈની પણ વાત પર ભરોસો કરતા પહેલાં પોતાની બુધ્ધિથી વિચારો અથવા તો ચર્ચા કરો. માત્ર કોઈની વાતો સાંભળીને જ પોતાની મિત્રતાને નુકશાન ન પહોંચાડો.
W.D
W.D
છોકરાઓ માટે જરૂરી....
મિત્રતા ખૂબ જ પવિત્ર અને મોટો સંબંધ છે. મિત્રતામાં કોઈ છોકરો કે છોકરી નથી હોતા. મિત્ર ફક્ત મિત્ર જ હોય છે. કદી તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ પણ ન કરતા. કોઈએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે તો તેનું માન રાખો. બીજાની વાતોમાં આવીને કદી પણ પોતાના મિત્રના ચરિત્ર પર શંકા કરીને સંબંધ તોડવાનો નિર્ણય ન લેશો. તમને લાગે છે કે તમારો મિત્ર કોઈ ખોટા રસ્તે ચાલી રહ્યો છે તો તમારું કર્તવ્ય છે કે તમે તેને સમજાવો અને સંભાળો.
આજના જમાનામાં છોકરા અને છોકરી વચ્ચે મિત્રતા હોવી એ કોઈ ખરાબ વાત નથી માનવામાં આવતી, અને ન તો કોઈ આજે આને ખરાબ દ્રષ્ટિથી જુએ છે.
આજે ફ્રેંડશિપ-ડે છે. એટલે કે મિત્રતાને ઉજવવાનો દિવસ. જો છોકરો અને છોકરી મર્યાદામાં રહેશે અને પોતાના મિત્ર પર ભરોસો અને વિશ્વાસ રાખશે તો તેમની મિત્રતા શાળા કે કોલેજ સુધી જ નહી, પણ આખી જીંદગી સુધી રહેશે અને સમયની સાથે સાથે વધુ મજબૂત થતી જશે.