ગુજરાતમાં 16 જૂને ચોમાસાના આગમન પછી ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાનો ચાલુ છે. જૂન મહિનામાં ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદ પડ્યો હતો અને છેલ્લાં 10 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો હતો.
જુલાઈમાં પણ વરસાદની ગતિ જળવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદ પછી સિઝનનો કુલ સરેરાશ વરસાદ 322 મિમી થયો છે, જે આખા રાજ્યમાં દર વર્ષે પડતા સરેરાશ વરસાદના 36 ટકા થાય છે.
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 30 ટકા વરસાદ પડી ગયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 40 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 38 ટકા વરસાદ પડી ગયો છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં વડગામમાં સવારના 8 વાગ્યા સુધીમાં 11 ઈંચ વરસાદ, દાંતીવાડામાં સાત ઈંચ, પાલનપુરમાં સાત ઈંચ, ધાનેરામાં પાંચ અને ડીસામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
ક્યા કેટલો વરસાદ
આહવા, કડાણા, મેંદરડામાં સવા બે ઈંચ વરસાદ. મેઘરજ, ખેડબ્રહ્મા, નવસારી, સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ. વિજયનગર, મહુવા, છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ વરસાદ. વડનગર, માણસા, ખાનપુર, ક્વાંટમાં સવા બે ઈંચ વરસાદ. નડીયાદ, પાવી જેતપુર, બોરસદમાં બે બે ઈંચ વરસાદ. ખાંભા, ઉચ્છલ, સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ. હાલોલ, વડાલી, જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ. જલાલપોર, માંડવી, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ. ગરબાડા, સોનગઢ, ગોધરામાં દોઢ ઈંચ વરસાદ. પાદરા, પેટલાદ બોડેલી, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ. નવ તાલુકામાં વરસ્યો દોઢ ઈંચથી વધુ વરસાદ. 21 તાલુકામાં વરસ્યો એક ઈંચથી વધુ વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદનો ડેટા જોવામાં આવે તો અમદાવાદમાં 2.5 મિમી, આણંદમાં 20.9 મિમી, બનાસકાંઠામાં 78 મિમી, ડાંગમાં 46 મિમી, ગાંધીનગરમાં 12.7 મિમી, મહીસાગરમાં 100 મિમી, મહેસાણામાં 39 મિમી, નર્મદા જિલ્લામાં 15 મિમી, પંચમહાલમાં 21.6 મિમી વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠામાં 62.1 મિમી, સુરતમાં 42 મિમી, તાપીમાં 55 મિમી વરસાદ પડ્યો છે.
અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડ અને દાદરા અને નગરહવેલીમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે.
ત્રીજી જુલાઈ માટેની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે.