તારી યાદ

friendship day
કલ્યાણી દેશમુખ|
તુ આવે છે યાદ મને મિત્ર આજના દિવસે
થાય તારા હૈયામા તાજી મારી યાદ મિત્ર આજના દિવસે

તારા જવાથી જીવનમાં એક ખાલીપો આવી ગયો છે
થાય એવો ચમત્કાર કે તારી ક્યાયથી ભાળ મળી જાય મિત્ર આજના દિવસે

જ્યારે તુ એકાંતમાં બેસીને મંથન કરતો હોય ત્યારે
મસ્ત પવન મારી હળવી ટપલી આપે મારી યાદ મિત્ર આજના દિવસે

જ્યારે જોઉ છુ કોઈ મિત્રોને સાથે મસ્તી કરતા
ત્યારે અનેક મિત્રોના હોવા છતા હુ એકલતા અનુભવુ છુ મિત્ર આજના દિવસે

તારી અને મારી આ અધૂરી રહી ગયેલી મૈત્રી
જીવનમાં ક્યારેક તો આગળ વધે એવી જ અભિલાષા મિત્ર આજના દિવસે


આ પણ વાંચો :