લમણાજીક કરતી છોકરીઓને પોતાના જીવનથી દૂર રાખવાની કળા

friendship
Last Modified શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (15:19 IST)

પુરુષોએ કેવી કેવી છોકરીઓને ફ્રેન્ડ તરીકે પોતાની લાઈફથી દૂર રાખવી અને કેવી કેવી છોકરીઓને ફ્રેન્ડ બનાવવી. યાદ રાખજો, અહીં વાત ફ્રેન્ડશિપની છે કે ઈન્ટિમેટ ફ્રેન્ડશિપની છે, લાઈફ પાર્ટનરની નથી. હાલાંકિ લાઈફ પાર્ટનરની બાબતમાં પણ આમાંની ઘણી બધી વાતો લાગુ પડી શકે પણ એ આખો જુદો ટૉપિક થયો.

૧. જે છોકરી કે સ્ત્રી પોતાની લાઈફ વિશે ફ્રૅન્ક ન હોય એની સાથે દોસ્તી ન રખાય. ફ્રૅન્ક હોવાનો મતલબ એ નથી કે પોતાની જિંદગી વિશે બધેબધું જ કહી દેવું. ફ્રૅન્ક હોવાનો મતબલ એ કે હું તમને મારી લાઈફ વિશે બધેબધું નહીં કહું એવું નિખાલસપણે જણાવી દેવું. આવું એટલા માટે જરૂરી છે જેથી તમે એના પાસ્ટ, પ્રેઝન્ટ વિશે અનનેસેસરી પ્રશ્ર્નો ન કરો કે એના ફ્યુચર એસ્પાયરેશન્સ વિશે તરંગો ન કરો. ફ્રેન્કનેસનો અર્થ એ પણ નથી કે એ પોતાના જીવનની એક એક મિનિટનો હિસાબ તમને આપે, પણ જો એ પરિચય જ્યારે ફ્રેન્ડશિપમાં પરિણમવા માંડે એ તબક્કે જ જો ફ્રેન્ક બનીને તમને સીધી યા આડકતરી રીતે જણાવી દે કે મારા તમારી સાથેના સંબંધ સિવાયની અંગત જિંદગી વિશે આપણે ચર્ચા કરવાના નથી તો તમે પણ એ મર્યાદા સ્વીકારીને તમારા બાકીના અંગત જીવન વિશે એની સાથે વાત કરવાનું ટાળો. આવું થવાથી બંને વચ્ચે એક બફર ઝોન સર્જાશે અને ભવિષ્યની અથડામણો થતાં પહેલાં જ ઓગળી જશે.

૨. તમને સતત ભ્રમમાં રાખીને, તમારું ધ્યાન બીજે લઈ જવા માટે કોન્સ્ટન્ટ જુઠ્ઠું બોલનારી હેબિચ્યુઅલ લાયર છોકરી-સ્ત્રીથી દૂર રહેવાનું. તમને સારું લગાડવા, તમારી નજીક આવવા કે તમારા જીવનનો કોઈક રીતે ક્ધટ્રોલ મેળવવા જે સતત નાનાંમોટાં જુઠ્ઠાણાંનો આશરો લે છે તે વ્યક્તિ તમારા જીવનને બહુ ડિસ્ટર્બ કરી નાખશે, તમારું કામ અને તમારું લાગણીતંત્ર ખોરવી નાખશે. એ ગમે એટલી ચાર્મિંગ હોય, રૂપાળી અને ડિઝાયરેબલ હોય પણ એના એ આકર્ષણથી દૂર રહીને તમારે વિચારવું જોઈએ કે આવી વ્યક્તિ સાથેની ઈન્ટિમેટ રિલેશનશિપ તમને ફ્યુચરમાં કેટલું નુકસાન કરી શકે છે. તમે એની દરેક વાતને સાચી માનીને તમારી પ્રતિક્રિયા આપો, એ જે કહે છે એમાં એનો કોઈ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ નથી એમ માનીને એની સાથે વ્યવહાર કરો અને તમને જ્યારે બોધિજ્ઞાન થાય કે એ તો હેબિચ્યુઅલ લાયર છે- ફલાણા, ફલાણા અને ફલાણા કિસ્સાઓમાં એ જુઠ્ઠું બોલતાં પકડાઈ ગઈ હતી ત્યારે તમને પોતે વપરાઈ ગયા હોવાનું ફ્રસ્ટેશન થવાનું. એટલું જ નહીં ફલાણા કિસ્સાઓ જે પકડાયા તે સિવાય બીજા કયા કયા સંજોગોમાં એણે તમારી સામે ખોટું કહ્યું હશે એ વિચારીને તમારું ફ્રસ્ટેશન બમણું થવાનું. એ પછી ભવિષ્યમાં એ જે કંઈ બોલે કે કરે તેની સચ્ચાઈ માટે તમને સતત શંકા જવાની. માટે બહેતર છે કે તમારી સિક્સ્થ સેન્સ જો તમને ચેતવણી આપ્યા કરતી હોય કે આ છોકરી- સ્ત્રીને બનાવટી વર્તન કરવાની કે હકીકતો વિશે જુઠ્ઠું બોલવાની ટેવ છે તો તમારી કોઠાસૂઝનો આદર કરીને એનાથી દૂર જ રહેવાનું.

૩. કેટલીક સ્ત્રીઓ ખ્રોનિકલી ઈન્સિક્યોર્ડ રહેતી હોય છે. અનેક બાબતો માટે એવી અસલામતી હોવાની. પોતાના સંબંધો માટે, આર્થિક બાબતો માટે, સામાજિક સ્ટેટસ માટે, પોતાના શારીરિક દેખાવ માટે. આ બધું અત્યારે છે તે ક્યારે જતું રહેશે એવી ઈન્સિક્યોરિટીથી આ સ્ત્રીઓ- છોકરીઓ સતત ફફડતી હોય છે. જિંદગીમાં જે થશે તે, પણ અત્યારથી પ્રસન્નતાના ભોગે ભવિષ્યની સિક્યોરિટી મેળવવી નથી એવું તેઓ સમજતી નથી. વાસ્તવમાં એમને પોતાના માટે ઈન્ફિરિયોરિટી કૉમ્પલેક્સ હોય છે. પોતાને જે કંઈ પ્રાપ્ત થયું છે તેના માટે પોતે લાયક નથી એવું સબકૉન્શ્યસલી એમને ખબર હોય છે. આ લઘુતાગ્રંથિ છુપાવવા તેઓ બીજાઓ આગળ પોતે કેટલી સુપિરિયર છે એવો કૉમ્પલેક્સથી બીહેવ કરતી હોય છે. દોહરી જિંદગી જીવતી આવી વ્યક્તિઓએ માની લીધેલું હોય છે કે આવું કરવાથી ઈન્સિક્યોરિટીઝ દૂર થઈ જશે, પણ વાસ્તવમાં આને લીધે એમની અસલામતીઓ વધી જતી હોય છે. વાસ્તવિકતાથી દૂર ભાગનારી છોકરીઓ- સ્ત્રીઓથી તમારે પણ દૂર ભાગવું.

૪. તમને, તમારી કરિયર અને તમારી સમગ્ર લાઈફને સતત ઈવેલ્યુએટ કરનારાઓથી પણ દૂર રહેવું. તમે આવા હતા ને કેમ આવા થઈ ગયા અથવા તો પછી તમે ભવિષ્યમાં આવા સરસ બની શકો એવું તમારામાં ભરપૂર પોટેન્શ્યલ છે એવું કહીને તમને પ્રોત્સાહન આપતી છોકરીઓ- સ્ત્રીઓ વાસ્તવમાં, ઈન્ડાયરેક્ટલી કે સબકૉન્શ્યસલી તમે એના કરતાં ઈન્ફિરિયર છો કે પોતે તમારા કરતાં સુપિરિયર છે એવું જતાવવા માગે છે. સાચું પૂછો તો આવું જતાવીને કહીને એની ઈચ્છા તમને ઈમોશનલી ક્ધટ્રોલ કરવાની હોય છે. તમે મારી હરોળના નથી છતાં હું તમારી સાથે સંબંધ રાખું છું એવું જતાવીને એ તમારી સાથેની ફ્રેન્ડશિપમાં વન અપમૅનશિપની રમત રમતી હોય છે જેથી હંમેશાં એ પોતાનું ધાર્યું કરી શકે, ધારે ત્યારે તમને મળી શકે, ધારે ત્યારે અવૉઈડ કરી શકે, ધારે ત્યારે તમારી આગળ ટેન્ટ્રમ કરી શકે, ધારે ત્યારે તમારી પાસે વહાલી થઈને પોતાના મનગમતા વાતાવરણમાં તમને લઈ જઈ શકે અને ધારે ત્યારે પોતાનાં બીજાં સામાજિક- કૌટુંબિક- પર્સનલ કામોમાં તમારો ફાયદો ઉઠાવી શકે.

૫. છેલ્લો મુદ્દો. જે છોકરી કે સ્ત્રી સતત પોતાની વાતોમાં, વ્યવહારમાં કે ભવિષ્યની ફૅન્ટસીઓ કહીને એવું જતાવવાની કોશિશ કરતી હોય કે પોતે કેટલી સારી છે, દયાળુ છે, સામાજિક નિસ્બત ધરાવે છે, સાચી છે, અન્ડરસ્ટેન્ડિંગવાળી છે, લવિંગ છે, ફૅમિલી વેલ્યુઝમાં માનનારી છે, નીતિમત્તાની ચોખ્ખી છે, ફેઈથફુલ ટુ એવરિબડી છે અને ભૌતિક એષણાઓથી દૂર છે એની એક પણ વાત પર વિશ્ર્વાસ ના મુકાય, કારણ કે જે વ્યક્તિમાં આવાં બધાં જ ગુણ હોય કે એમાંના કેટલાંક ગુણ હોય તે ક્યારેય પોતાના પ્લસ પોઈન્ટ્સને પ્રદર્શિત કરવાની ખેવના પણ ન રાખે; એ બધું એમની સાહજિક બીહેવિયર અને નહીં કહેલી વાતોમાંથી અદૃશ્યપણે ટપકતું રહે.
આ પણ વાંચો :