ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : બુધવાર, 28 જુલાઈ 2021 (13:03 IST)

ફ્રેડશીપ ડે 2021 - ખાટીમીઠી પળોને યાદગાર બનાવવાનો પ્રસંગ

મિત્રતાનું સંભારણુ કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવા ઇચ્છતા હોય છે. જેના દ્વારા તેઓ જીંદગીભર પોતાની મિત્રતાને યાદ કરી શકે છે.
ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ વર્ષે મોટાભાગના યંગસ્ટર્સ પોતાના મિત્રોને તેમની સાથે ગાળેલી દરેક ખાટીમીઢી પળોને અલગ અલગ રીતે ફ્રેમીંગ કરાવીને ફ્રેન્ડશીપ ડેની ગીફટ આપી રહ્યા છે. આ ગીફટ તેમના માટે ખૂબ જ યાદગાર બની રહેશે. તેવુ તેમનું કહેવું છે.
 
આ અંગે અંજલિ શાહ કહે છે કે ''અત્યારે હું કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું પરંતુ મારા મોટાભાગના મિત્રો સ્કૂલ સમયના જ છે. અને તેઓ મારા માટે ખાસ છે. જેથી કરીને તેમની સાથે ગાળેલી દરેક પળને હું એક યાદરૃપે જીંદગી ભર સાચવવા માંગતો હતો પરંતુ કંઇ રીતે તે સમજાતું ન હોતું. પરંતુ હાલમાં બજારમાં એક એવો કન્સેપ્ટ ચાલે છે જેમાં તમે ગ્લાસ પર, પથ્થર પર કે પછી સ્ક્રેપ બુકમાં તમારા મિત્રો સાથે ગાળેલા તમામ પળોને યાદરૃપે કંડારી શકો છો અને આ ફ્રેમ તમે તમારા મિત્રને ગીફટ આપી શકો છો. આથી મે મારા મિત્રો માટે ખાસ રેતીની ફ્રેમીંગ પર તેમના અલગ અલગ ફોટોગ્રાફ્સ સાથે એક સુંદર મજાની ફ્રેમ બનાવડાવી છે અને આ ફ્રેમ એટલી સુંદર છે કે ફ્રેન્ડશીપ ડે મારે આનાથી વિશેષ ગીફટ કોઇ હોઇ જ ના શકે.
 
તેવી જ રીતે અંજલી કહે છે કે મે મારી ફ્રેન્ડ માટે એક જ ફ્રેમમાં ૧૦ અલગ અલગ ફ્રેમ બનાવી છે જેમાં મારી ફ્રેન્ડ જોડેના મારા તમામ પળો આવે છે. જીંદગીમાં એક સારો મિત્ર હોવો જરૃરી છે. પરંતુ આજની આ દુનિયામાં સારા મિત્રો ખૂબ જ મશ્કેલથી મળે છે. અને જો તમને મળે તો તમારે તમારા એ મિત્રની કદર કરવી જ જોઇએ મારી જીંદગીમાં મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તેની સાથેની દોસ્તીને યાદગાર બનાવવા હું દર ફ્રેન્ડશીપ ડે નિમિત્તે હું મારી ફ્રેન્ડને કંઇક અલગ ગીફટ આપું છું અને આ વર્ષએ મારા તેની જોડેના ૭ થી ૮ વર્ષોની યાદોની અલગ અલગ ફોટો ફ્રેમ બનાવીને મે તેને આપી છે. આ ફ્રેમમાં મારી અને તેની સારી અને દુઃખદ બધી જ વાતો છે.