બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2017 (17:35 IST)

ગણેશ ચતુર્થીની સાંજે ચાંદ જોશો તો લાગશે કલંક

નારદજીને  જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ઉપર લાગેલા આ આરોપનો કારણ પૂછ્યું તો  નારદજી બોલ્યા આ આરોપ ભાદ્રપદ શુક્લપક્ષમાં ચંદ્રમાને જોવાને કારણે  લાગે છે. આ ચતુર્થીના દિવસે ચાંદને જોવાથી ક્લંક(દોષ) લાગવાનું  કારણ નારદજીએ  બતાવ્યું કે આ દિવસે ગણેશજીએ  ચન્દ્રમાને  શ્રાપ આપ્યો હતો. 
 
આ સંદર્ભે આ કથા છેકે ચન્દ્રમાને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતુ. ગણેશ ચતુર્થીના દિવસે ગજમુખ અને લંબોદર રૂપને જોઈ ચન્દ્રમા હંસી  પડયો. ગણેશજી આથી નારાજ થઈ ગયા અને ચન્દ્રમાને શ્રાપ આપ્યો કે આજથી જે પણ તમને જોશે તેને માથે ખોટું  કલંક લાગશે. 
 
ગણેશજીના  શ્રાપથી ચન્દ્ર્મા દુ:ખી થઈ ગયા અને ઘરમાં સંતાઈને બેસી ગયા . ચન્દ્રમાની દુ:ખદ સ્થિતિ જોઈ દેવતાઓએ ચન્દ્ર્માને સલાહ આપી કે મોદક અને પકવાનોથી ગણેશજીની પૂજા કરો. ગણેશજીને પ્રસન્ન થવાથી  શ્રાપથી મુક્તિ મળશે. 
 
ચન્દ્રમાએ  ગણેશજીની પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા. ગણેશજીએ કહ્યું કે   શ્રાપ પૂર્ણ રૂપે સમાપ્ત નહી થાય જેથી તેની ભૂલ તેને યાદ રહે . દુનિયાને પણ આ જ્ઞાન મળે કે કોઈના રૂપ રંગ જોઈ મજાક ન  કરવી જોઈએ. આથી માત્ર ભાદ્ર્પદ શુકલપક્ષની ચતુર્થીના દિવસે જે પણ ચન્દ્રમાને જોશે તેને જ ખોટુ  કલંક લાગશે. 
 
ચન્દ્રમાને આમ જોવાથી નહી લાગે કલંક 
 
ભાદ્રપદ શુકલપક્ષનો  ચન્દ્રમા ખૂબજ સુન્દર હોય છે. એને જોવાની ચાહ છે તો સંધ્યા સમયે ફળ કે દહીં લઈને ચન્દ્ર્માના દર્શન કરો. આવું કરવાથી ચન્દ્રમાને જોવાથી કલંક નહી લાગે . એક બીજી વિધિ છે કે પૂરા ભાદ્ર્પદ મહિનામાં  દરરોજ ચન્દ્રમાને જુઓ. જે નિયમિત ચન્દ્રમાનો દર્શન કરે છે તે  શ્રાપના અશુભ પ્રભાવથી બચી જાય છે.   
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati