ગણેશજીને અર્ધ્ય આપતી વખતે કરો મંત્ર જાપ, યશ અને વૈભવ પ્રાપ્ત થશે  
                                       
                  
				  				   
				   
                  				  કોઈપણ પૂજા અર્ચના, દેવ પૂજન, યજ્ઞ, હવન, ગૃહ પ્રવેશ, વિદ્યારંભ, અનુષ્ઠાન હોય સૌ પ્રથમ ગણેશ વંદના જ કરવામાં આવે છે. જેથી દરેક કાર્ય કોઈપણ પ્રકારના વિધ્ન વગર સંપન્ના થઈ શકે. દરેક માંગલિક કાર્યમાં સૌ પહેલા શ્રી ગણેશની પૂજા કરવી ભારતીય સંસ્કૃતિમાં અનિવાર્ય માનવામાં આવે છે. 
				  										
							
																							
									  
	 
	કેવી રીતે કરશો પૂજા ? 
	 
	પૂજન પહેલા શુદ્ધ થઈને આસન પર બેસો. એક વધુ પુષ્પ, ધૂપ, કપૂર, રૌલી, લાલ દોરો, લાલ ચંદન, દૂર્વા, મોદક વગેરે મુકી દો. એક પાટિયા પર સ્વચ્છ પીળુ કપડુ પાથરો. તેના પર ગણેશજીની મૂર્તિ જે માટીથી લઈને સોનાની કોઈપણ ધાતુથી બનેલી હોય તે સ્થાપિત કરો. 
				  
	 
	ગણેશજીને પ્રિય નૈવેદ્ય મોદક અને લાડુ છે. મૂર્તિપર સિંદુર લગાવો. દૂર્વા ચઢાવો અને ષોડશોપચાર કરો. ધૂપ, દીપ, નૈવેદ્ય, પાનના પત્તા, લાલ વસ્ત્ર અને પુષ્પ વગેરે અર્પિત કરો. ત્યારબા મીઠા માલપુરા અને 11 કે 21 લાડુઓનો ભોગ લગાવો. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	ગણેશ પ્રતિમાની સ્થાપના કર્યા પછી તેમને તમારી ત્યા લક્ષ્મીજી સાથે જ રહેવાનુ આમંત્રણ આપો. જો કોઈ બ્રાહ્મણ પાસેથી આ પૂજા કરાવી રહ્યા છો તો તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. સામાન્ય રીતે તુલસીના પાનને છોડીને બધા પત્ર પુષ્પ ગણેશ પ્રતિમા પર ચઢાવી શકાય છે. ગણપતિજીની આરતી પહેલા ગણેશ સ્ત્રોત કે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. 
				  																		
											
									  
	 
	રાત્રે નીચી નજર કરીને ચંદ્રમાને અર્ધ્ય આપો, આ મંત્રનો જાપ કરો. 
	 
	વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ : નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા 
				  																	
									  
	 
	અર્થાત તમરો એક દાંત તૂટેલો છે અને તમારી કાયા વિશાળ છે અને તમારી આભા કરોડ સૂર્યોના સમાન છે.  મારા કાર્યોમાં આવનારા અવરોધોને સર્વદા દૂર કરો. પ્રથમ પૂજ્ય ગણેશજીની આરાધનાથી રિદ્ધિ-સિદ્ધિ, યશ અને વૈભવ પ્રાપ્ત થાય છે. 
				  																	
									  
	 
	આ ઉપરાંત આ મંત્રોથી પણ ગણેશજીને પ્રસન્ન કરી શકો છો. 
	 
	"ૐ શ્રીં હ્વીં ક્લીં ગ્લોં ગં ગણપતયે વર વરદે નમ:" 
				  																	
									  
	'ઓમ ગં ગણપતયે નમ:' 
	 
	ગણેશજીના શરણમાં જે જાય છે તે અવશ્ય આ લોકમાં પૂજ્ય થઈને મરણોપરાંત મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે.