શુક્રવાર, 2 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated: ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (10:39 IST)

Ganesh Utsav - આ છે ગણેશજીની જન્મ પત્રિકા, જાણો તેમા શુ છે ખાસ

ભગવાન શ્રી ગણેશજીના જન્મ સાથે જોડાયેલી કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ ઉબટન દ્વારા એક બાળકનુ નિર્માણ કર્યુ. દેવી પાર્વતીએ વિચાર્યુ કે આ બાળકને જીવીત કરી દઉ તો.. દેવી પાર્વતીએ બાળકની મૂર્તિમાં પ્રાણ નાખી દીધા અને તેમને પોતાનો પુત્ર માની લીધો. દેવી પાર્વતીએ પોતાના આ પુત્રને પરમશક્તિશાળી અને બુદ્ધિમાન હોવાના આશીર્વાદ આપ્યા. જ્યારે આ ઘટના થઈ એ સમયે ભગવાન શિવ કૈલાશથી બહાર ગયા હતા. તેથી તેમને આ પુત્રના જન્મ વિશે માહિતી નહોતી. જ્યારે ભગવાન શિવ કૈલાશ પરત આવ્યા ત્યારે પોતાની ગુફાના દ્વાર પર એક બાળક ગણેશને ઉભેલો જોયો. ગણેશજીને ભગવાન શિવને ગુફામાં પ્રવેશ કરવાથી રોક્યા. તેથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા. પછી તો દેવતાઓ અને ગણેશજી વચ્ચે ભયાનક યુદ્ધ થયુ. અંતમાં ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ. 
 
ગણેશજીની કુંડળી 
 
શાસ્ત્રો મુજબ ભગવાન શ્રી ગણેશનો જન્મ ભાદ્રપદ શુક્લપક્ષની ચતુર્થી તિથિના રોજ થયો છે. આ કારણે ભાદ્રપદા શુક્લપક્ષની ચતુર્થીનું શાસ્ત્રોમાં મોટુ મહત્વ છે. શાસ્ત્રોમાં આ તિથિને ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. તેથી આ દિવસે આખા દેશમાં ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવે છે. 
 
જ્યોતિષશાસ્ત્રમાં ચતુર્થીને રિક્તા તિથિ કહેવામાં આવે છે. જેમા કોઈપણ શુભ કાર્ય થતુ નથી. પણ ગણપતિનો જન્મદિન હોવાને કારણે ચતુર્થીને રિક્તા તિથિનો દોષ નથી લાગતો. તેથી આ દિવસે બધા શુભ કાર્ય થઈ શકે છે.  

તેમની કુંડળીમાં વૃશ્ચિક રાશિ છે અને જ્યા મંગળ વિરાજમાન છે. શનિની પુર્નદ્રષ્ટિ લગ્ન સ્થાન પર છે એ જ  કારણ છે કે ગણપતિનુ માથુ કપાયુ. શનિ મહારાજને સૂર્ય દેવ જોઈ રહ્યા છે.  એ જ કારણ છે કે ભગવાન શિવ જે ગણપતિના પિતા છે તેમના જ હાથે ગણેશજીને  સિરચ્છેદનનું કષ્ટ સહેવુ પડ્યુ.  જ્યારબાદ દેવા પાર્વતીના ક્રોધને કારણે ગણેશજીના ઘડ સાથે  હાથીનુ માથુ જોડવામાં આવ્યુ અને ગણેશજીને ભગવાન શિવે પણ પોતાના પુત્ર સ્વીકાર કરી લીધો. જન્મના થોડા સમય પછી ગણેશજીને પિતા સાથે સંઘર્ષ કરવો પડ્યો અને પછી પિતાના સૌથી દુલારા અને ગણેશ જગતમાં પૂજનીય થઈ ગયા. આ બધુ ગણેશજીના જન્મ સમયને કારણે થયુ જેને ગણેશજીની જન્મ પત્રિકા દ્વારા જાણી શકાય છે.  
 
આ યોગોને કારણે ગણપતિ બન્યા પ્રથમ પૂજ્ય 
 
ગણેશજીની કુંડળીમાં લગ્ન અને લગ્નેશ પર ગુરૂની પુર્ણ દ્રષ્ટિ છે જે દ્રવિતીય અને પંચમ ભાવના સ્વામી છે. બીજી બાજુ બુધ પણ સ્વરાશિનો છે. આ જ કારણ છે કે ગણેશજી બુદ્ધિ અને જ્ઞાનના દાતા બન્યા અને પ્રથમ પૂજ્ય બન્યા.  
 
તેમની કુંડળીમાં પંચમહાપુરૂષ યોગમાંથી શશ અને રૂચક નામનો યોગ બન્યો છે. દસમેશ પોતાના ઘરમાં છે તેથી ગણેશજી ભગવાન શિવના ગણોના અધ્યક્ષ બન્યા અને ગણાધ્યક્ષ કહેવાયા. 
 
ગણેશજીનુ એક નામ વિધ્નહર્તા પણ છે કારણ કે ગણેશ જી બધા પ્રકારના વિધ્ન અવરોધોને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ યોગ્યતા તેમના લગ્નમાં સ્થિત મંગલ પર શનિ અને ગુરૂની દ્રષ્ટિને કારણે પ્રાપ્ત થઈ છે.