શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (15:27 IST)

ગણેશજીનુ વાહન ઉંદર, ઘરમાં આવીને આપે છે ભવિષ્ય સાથે જોડાયેલા સંકેત

ગણેશોત્સવ પર્વની શરૂઆત થવાની છે. આ વખતે પૂર્ણ 11 દિવસ સુધી બાપ્પા શ્રદ્ધાળુયઓ સાથે રહેશે. અનેક સ્થાન પર બાપ્પાની સાથે તેમનુ વાહન મૂષકનુ પણ પૂજન થશે. જ્યારે આ ઉંદર કોઈના ઘરમાં આવે તો આખુ ઘર પરેશાન થઈ જાય છે. તેને બહાર કાઢવા માટે મોટાભાગના ઉંદર મારવાની દવાનો ઉપયોગ કરે છે. આવુ કરવુ પાપના હકદાર બનાવવા ઉપરાંત ગણપતિને નારાજ પણ કરે છે.  ઉંદરને મારવાને બદલે તેને ભગાડવાની દવા નાખી શકાય છે. 
 
ઉંદરને મારવાથી ઘર પરિવાર પર નકારાત્મકતા હાવી થઈ જાય છે. ઉંઘર ઘરના ખૂણામાં બિલ બનાવીને રહે છે.  ત્યા અંધારાનુ અસ્તિત્વ કાયમ હોય છે. જેનાથી તેમની અંદર પણ નેગેટિવ શક્તિઓનો પ્રભાવ સ્થિર રહે છે.  જ્યારે ઘરમાં ઉંદર આવે તો સમજી જાવ કે કંઈક અનિષ્ટ થવાનુ છે.  આ અશુભ પ્રભાવથી બચવા માટે ગણપતિ બાપ્પાને મોદકનો ભોગ લગાવો. 
 
ઘરમાં 50 ગ્રામ ફિટકરીનો ટુકડો મુકવાથી નકારાત્મકતા હાવી નથી થતી. 1 મહિના પછી જૂના ટુકડાને કોઈ નદીમાં વહેડાવી દો. આ ઉપાયથી વાસ્તુદોષ પણ શાંત થાય છે. 
 
ઊંટના જમણા પગનો નખ ઘરમાં મુકવાથી ઉંદર કાયમ માટે ઘરમાંથી બહાર ભાગી જાય છે. 
 
ઉંદર જેવા દેખાતા છછૂંદર ઘરમાં આવે તો આ શુભ સંકેત છે. સમજી જાવ કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાની છે. 
 
ગણેશજીનુ ચિત્ર અથવા સ્વરૂપ ઘરમાં સ્થાપિત કરતા પહેલા ધ્યાન રાખો તેમા મોદક અને મૂષક જરૂર હોવુ જોઈએ. આ બે વસ્તુઓના અભાવમાં ગણેશ પ્રતિમા અપ્રભાવી હોય છે.