દલિતોના ઘરે હનીમુન મનાવવા જાય છે રાહુલ - રામદેવ

ramdev
નવી દિલ્હી| Last Modified શનિવાર, 26 એપ્રિલ 2014 (13:25 IST)

:
કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી અને દલિત મહિલાઓની વિરૂદ્ધ વાંધાજનક નિવેદન આપનારા નિવેદન માટે રામદેવની વિરૂદ્ધ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે રામદેવની વિરૂદ્ધ અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં રામદેવની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
વળી, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટર પર લખ્યું છે કે રામદેવનું નિવેદન દલિતોના વિરૂદ્ધ છે, તેમણે નિશ્ચિત રૂપે માફી માગવી જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે રામદવેના નિવેદન પર ભાજપ અને મોદી પણ પોતાની સલાહ જાહેર કરે.

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બાબતમાં વાંધાજનક નિવેદન આપતા કહ્યું કે તેઓ દલિતોના ઘરે હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે. પરંતુ જો તેમણે કોઈ દલિત છોકરીની સાથે લગ્ન કરી લીધી હોત તો તેમની તકદીર ખુલી ગઈ હોત અને તેઓ પીએમ બની ગયા હોત. રામદેવે કહ્યું કે તે બિચારાની તકદીર જ ખરાબ છે. તેમની મમ્મી કહે છે કે જો તમે વિદેશી છોકરીની સાથે લગ્ન કરો છો તો પીએમ નહી બની શકો અને દેશી છોકરીની સાથે લગ્ન કરવા ના જોઈએ. તેમની મમ્મી એવું ઈચ્છે છે કે તેઓ પીએમ બની જાય પછી વિદેશી છોકરીલાવે.


આ પણ વાંચો :