પોસ્ટ પોલ સર્વે - મુસલમાનોએ કંઈ પાર્ટીને આપ્યો વોટ ?

muslim voter
નવી દિલ્હી.| Last Modified બુધવાર, 14 મે 2014 (08:39 IST)

લોકસભા માટે મતદાન પુર્ણ થવાની સાથે જ પોસ્ટ પોલ સર્વેમાં બીજેપીને બહુમત મળતી બતાવવામાં આવી રહી છે
આ ચૂંટણીમાં મુસ્લિમ મતદાતાઓની મોટી ભૂમિકા રહી છે

સીએસડીએસના સર્વે મુજબ આ વાત સામે આવી કે આખા
દેશમા કોંગ્રેસને 43 ટકા અને કોંગ્રેસના સહયોગીઓને 7 ટકા મુસલમાન વોટ મળવાનો અંદાજ છે
બીજી બાજુ બીજેપીને 9 ટકા અને તેમના સહયોગીઓને 1 ટકા મુસ્લિમ વોટ મળવાનું અનુમાન છે . આ ઉપરાંત અન્ય ખાતામાં પણ 40 ટકા મુસલમાન વોટ જતા દેખાય રહ્યા છે.

ઉત્તરપ્રદેશ - મુજફ્ફરનગર
રમખાણો પછી યૂપીમાં મુસલમાનોના મૂડનો અંદાજ લગાડવો સહેલો નહોતો. એવુ લાગતુ હતુ કે
તેઓ સપાથી નારાજ છે. તો પ્રશ્ન એ ઉઠે છે કે છેવટે ઉત્તરપ્રદેશના મુસલમાને કોણે વોટ આપ્યો. આઈબીએન 7 માટે સીએસડીના સર્વે મુજબ ઉત્તરપ્રદેશના 56 ટકા મુસલમાન વોટ સપાને મળતા દેખાય રહ્યા છે. જ્યારે કે બીએસપીને 20 ટકા કોગ્રેસને 13 ટકા અને બીજેપી ગથબંધનને
8 ટકા મુસલમાન વોટ મળવાની શક્યતા જોવાઈ રહી છે.
બિહાર - અહીની વાત કરીએ તો સીએસડીએસના સર્વે મુજબ અહી કોંગ્રેસ આરજેડી ગઠબંધનને સૌથી વધુ 69 ટકા મુસ્લિમ વોટ મળતા દેખાય રહ્યા છે. જ્યારે કે જેડીયૂને 22 ટકા, બીજેપી-એલપેજી ગઠબંધનને 3 ટકા અને અન્યને 6 તકા વોટ મળવાનુ અનુમાન છે.

પશ્ચિમ બંગાળ - સર્વેનુ માનીએ તો પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને 33 ટકા અને ટીએમસીને 32 ટકા મુસ્લિમ વોટ મળી શકે છે. બીજી બાજુ લેફ્ટ ફ્રંટને 26 ટકા, બીજેપીને 2 ટકા અને નયને 7 ટકા મુસ્લિમ વોટ મળવાની શક્યતા છે. સર્વે મુજબ મોદીએ ગુજરાતમાં 60 ટકા મુસ્લિમ વોટ કોંગ્રેસ 13 ટકા વોટ બીજેપીને અને 27 ટકા મુસ્લિમ વોટ અન્યને મળવાની શક્યતા છે.

અસમ - અસમની વાત કરીએ તો સર્વે મુજબ અહી 51 ટકા મુસ્લિમ વોટ કોંગ્રેસ ગઠબંધનને મળવાનુ અનુમાન છે. એઆઈયૂડીએફને 28 ટકા બીજેપી અને એજીપીને 2-2 ટકા અને અન્યના ખાતામાં 17 ટકા મુસ્લિમ વોટ જવાનુ અનુમાન છે.

સીમાંધ - આંધ્રમાં સીએસડીએસના પોસ્ટ પોલ સર્વે મુજબ આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને 28 અને વાઈએસઆર કોંગ્રેસને પણ 28 ટકા મુસ્લિમ વોટ મળવાનુ અનુમાન છે. બીજેપી-ટીડીપી ગઠબંધનને 23 ટકા ટીઆરએસને 7 ટકા અને અન્યને 14 ટકા મુસ્લિમ વોટ મળવાની શક્યતા છે.

પોસ્ટ પોલ સર્વે મુજબ સીમાંઘમાં 52 ટકા મુસ્લિમ વોટ વાઈએસઆર કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. જ્યારેકે ટીડીપી-બીજેપી ગઠબંધનને 32 ટકા અને અન્યના ખાતામાં 16 ટકા મુસ્લિમ વોટ જવાની શક્યતા છે.

તેલંગાના - સર્વે મુજબ તેલંગાનામાં 62 ટકા મુસ્લિમ વોટર કોંગ્રેસને સમર્થન આપતા દેખાય રહ્યા છે જ્યારે કે ટીઆરએસને 14 ટકા મુસ્લિમ વોટ મળવાની શક્યતા છે. બીજેપી-ટીડીપી ગઠબંધનને 12 અને અન્યને પણ 12 ટકા મુસ્લિમ વોટ મળવાની શક્યતા છે.

મધ્યપ્રદેશ - બીજેપીના શાસનવાળા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 92 ટકા મુસ્લિમ વોટ મળવાની શક્યતા છે. જ્યારે કે બીજેપીને માત્ર 8 ટકા મુસ્લિમ વોટ મળવાની શક્યતા છે.
આ પણ વાંચો :