મોદી એક તાકતવર નેતા - સુમિત્રા મહાજન

sumitra mahajan
જયદિપ કર્ણિક| Last Modified બુધવાર, 23 એપ્રિલ 2014 (10:54 IST)
 
ઈન્દોરથી આઠમી વાર લોકસભાની ચૂંટણી લડી રહેલી સુમિત્રા મહાજને પોતાની જીતને લઈને આત્મવિશ્વાસથી ભરપૂર છે. એવુ પણ કહેવામાં આવ્યુ રહ્યુ છે કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી પણ હોઈ શકે છે. ઈન્દોરના લોકો તેમને લોકો 'તાઈ' ના નામે ઓળખે છે.  તાઈ વર્તમન ચૂંટણીમાં મોદીની લહેરને સ્વીકારે છે. તે સોનિયા પર મજાક કરવાનું ભૂલતી નથી. તે એ વાતનો સ્પષ્ટ ઈંકાર કરે છે કે ભાજપા સંઘના રિમોર્ટ કંટ્રોલથી સંચાલિત થાય છે. 
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઈન્દોર લોકસભા સીટ પરથી ભાજપાના ઉમેદવાર સુમિત્રા મહાજને વેબદુનિયાના સંપાદક જયદીપ કર્ણિક સાથેની મુલાકાતમાં દરેક મુદ્દા પર ચર્ચા કરી. છેવટે 16મી લોકસભા ચૂંટણી અલગ કેમ છે ? જેના જવાબમાં સુમિત્રા મહાજન કહે છેકે અત્યાર સુધી સામાન્ય રીતે સંસદમાં વ્યક્તિ મોકલવા માટે ચૂંટણી થતી હતી પણ આ વખતે ભાજપાના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી એક શક્તિશાળી નેતાના રૂપમાં લોકોની સામે આવ્યા છે. જો કે ભાજપા અટલજીને સામે મુકીને પણ ચૂંટણી લડી ચુકી છે. તેઓ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને નિશાન બનાવતા કહે છે કે એક એવા પીએમ આપણને મળે છે જે બોલતા નથી.  એવુ લાગે છે કે પીએમ કોઈ બીજા છે અને દેશ કોઈ બીજુ ચલાવી રહ્યુ છે.  જે રીતે અંડર કરંટ આપાતકાળ દરમિયાન જોવા મળી રહ્યો છે એ સ્થિતિઓ આજે પણ નિર્મિત થઈ રહી છે. ચારે બાજુ પરિવર્તનની લહેર છે. 
 
મોદીની તુલનામાં ભાજપા પાછળ રહેવાના પ્રશ્ન પર સુમિત્રાજી કહે છે કે નરેન્દ્ર મોદી પણ ભાજપાનો જ ચહેરો છે. જો કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ નકારાત્મક વાતાવરણ માટે તેઓ પોતે જ જવાબદાર છે.  મોદીની પ્રશંસા કરતા તે કહે છે કે મોદીએ ગુજરાતને સુદ્દઢ બનાવવાની વાત વિચારી અને તેઓ ગુજરાતને ઊંચાઈઓ પર લઈ ગયા. ત્યા વિકાસનો સ્તર આખોથી દેખાય છે. નર્મદાના પાણીને તેમણે કચ્છ સુધી પહોંચાડ્યુ.    
 
જ્યારે વાત મધ્યપ્રદેશની આવે છે, અહીના લોકોના વિસ્થાપનની આવે છે તો તે કહે છે કે પહેલી વાત તો એ કે નર્માદાનો ઉપયોગ યોગ્ય રીતે નથી કરી શક્યા. કારણ કે એ સમયે દસ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. દિગ્વિજય સિંહ જેવી વ્યક્તિએ કોઈ પ્રયાસ નહી કર્યા. વસાહટને લઈને ગુજરાત સરકાર પણ મદદ માટે તૈયાર હતી. પણ તેમની વાતચીત જ નહોતી.  આ કોંગ્રેસની નબળાઈ કે આપણે નર્મદાનો યોગ્ય ઉપયોગ ન કરી શક્યા. 
 
હવે બંને બાજુ (એમ અને ગુજરાત)માં ભાજપાની સરકાર છે તો તેની અસર પણ દેખાય રહી છે. નર્મદાના બાંધનુ કામ પણ જલ્દી પુરુ થઈ રહ્યુ છે. સાથે જ નર્મદાને આપણે બીજી નદીઓમાં ભેળવી રહ્યા છે. તેમા તો પર્યાવરણને કોઈ દગો નથી. નર્મદા-ક્ષિપ્રાનુ મિલન થઈ ચુક્યુ છે.  તમે જોશો તો સમગ્ર ક્ષિપ્રાનો એરિયા પાણીથી તરબતર થઈ ગયો છે.  
 
જ્યારે વાત સાબરમતીની આવી તો સુમિત્રાજીએ કહ્યુ કે નર્મદાના પાણીનો ઉપયોગ કરી ગુજરાતે સુખી પડેલ સાબરમતીને ભરી નાખી છે. અને કચ્છના રણ સુધી પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. આ બધુ તેમણે કર્યુ.  મોટા બાંધોના વિરોધ પર તે કહે છે કે મે અનેકવાર બાંધ વિરોધીઓ સાથે ચર્ચા કરી હતી. હુ કહેતી હતી કે તો પછી એવો નિયમ બનાવી નાખો કે હિન્દુસ્તાનમાં મોટા બાંધ હોવા જ ન જોઈએ.  આંદોલનકારી વસાહટની વાત પણ કરે છે અને મોટા બાંધનો વિરોધ પણ કરે છે. બંને એકસાથે શક્ય નથી.  કામ અધૂરુ રહી જાય છે આપણે મધ્યપ્રદેશમાં આ ભોગવી ચુક્યા છે. આવુ કરવાથી વિકાસ અવરોધાય છે.  

 
 
જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ કે અમે મેઘાજી સાથે વાત કરી. મેઘાજી કહે છે કે અમે વિકાસ નથી રોકતા. પણ જે વસવાટના દાવા કરવામાં આવ્યા. સિંચાઈ દ્વારા હરિયાળી લાવવાના દાવા કરવામાં આવ્યા તે ખોટા છે.  જેના જવાબમા સુમિત્રા મહાજને કહ્યુ કે એક વાત સમજી લો જમીન જેટલી છે તેટલી જ છે. હુ આ ખૂબ કઠોર સત્ય બોલી રહી છુ.  તમે પૃથ્વીને મોટી નથી કરી શકતા. મે મેઘાજી સાથે એકવાર વાત કરી હતી. મે તેમને કહ્યુ હતુ કે પહેલા નક્કી કરી લો કે તમને શુ જોઈએ છે. લોકો માટે ઘર જોઈતા હોય તો સંપૂર્ણ લડાઈ રહેઠાણ માટે હોય. પછી મોટા બાંધનો વિરોધ ન કરતા.  મેઘાજીએ મપ્રનો વિકાસ રોક્યો.  
 


આ પણ વાંચો :