કેજરીવાલ વારાણસીથી હારશે તો પાર્ટીમાં અસંતોષ ફાટશે
લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠકમાં પ્રારંભિક તબક્કેથી જ ભારે ગરમા ગરમી જોવા મળી રહી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ ત્યારથી જ આમ આદમી પાર્ટી વારાણસીમાં મેદાને ચઢી ગયુ હતુ. ચૂંટણી પ્રચારના પ્રારંભે ઠેર ઠેર ફરી રહેલા કેજરીવાલ વારાણસીમાં જાણે સ્થાયી થઈ ગયા અને તે સાથે આપના અગ્રણી નેતાઓ સહિત દેશભરના આપ કાર્યકર્તાઓનુ ઘર વારાણસી બની ગયુ હતુજ્ જેમ જેમ લોકસભા ચૂંટણીના તબક્કા પૂર્ણ થયા તેમ તેમ આમ આદમી પાર્ટીનુ ધ્યાન વારાણસી તરફ વધારે ધકેલાતુ ગયુ. અને અંતે આમ આદમે એપાર્ટી માટે વારાણસી બેઠક જ એકમાત્ર બેઠક બની ગઈ હોય તેમ અન્ય બેઠકો પરથી ધ્યાન આપના અગ્રણી નેતાઓનું હટી ગયુ હોય તેમ જણાયુ. જેની અસર હવે આધ્રમાં દેખાય રહી છે.
એક્ઝિટ પોલ તારણોમાં આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણીમાં કોઈ ફાયદો થાય તેમ જણાયુ નથી. જેને લઈને આમ આદમી પાર્ટીમાં અસંતોષ ફાટી નીકળ્યો. તેવા અંધાણ મળી ર્હ્યા છે. એક તરફ ભાજપ જ્યા વિજ્યોત્સ્વની તૈયારીઓ લાગી ગયુ છે. કોંગ્રેસ ચૂંટણી પરિણામ સુધી મૌન સેવીને બેઠુ છે. આમ આદમી પાર્ટીમાં અસંતોષની લાગણી વ્યાપી જવા પામી હોય તેમ જણાઈ રહ્યુ છે.
મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારો માની રહ્યા છે ચૂટણી પ્રચાર દરમિયાન પાર્ટીએ તેનુ તમામ ફોક્સ વારાણસી તરફ દીધુ હતુ. જેથી પોતાના રૂપિયે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પૂરતો સપોર્ટ પાર્ટી તરફથી મળ્યો નહી.
સૂત્રો જણાવી રહ્યા છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીની દિલ્હી કાર્યાલય સુમસામ બની ગઈ હતી. એક્ઝિટ પોલના તારણ બાદ હતાશા દેખાય રહી છે. કોઈપણ હવે કઈ બોલવા તૈયાર નથી. જો કે અગ્રણી નેતાઓ જરૂર મીડિયાને નાના મોટા નિવેદનો આપી સંતોષ માની રહ્યા છે. પણ લોકસભા ચૂંટણીમાં કોઈ ફાયદો આમ આદમીને થાય તેવુ લાગતુ નથી.
આમ આદમી પાર્ટીમાં માત્ર કેજરીવાલ એક એવા નેતા છે જે રાષ્ટ્રીય છબી ધરાવે છે. તેને વારાણસી સહિત બીજા વિસ્તારોમાં જવાની જરૂર હતી. મોટાભાગની બેઠકો પર તેમની રહેલી ગેરહાજરીએ ઉમેદવારોને નિરાશ કર્યા છે. જો કેજરીવાલ વારાણસીથી જીતશે તો આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધી શકે છે. પણ જો હારી જશે તો અનેક સવાલો ઉભા થઈ શકે છે.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં કુલ 453 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેની સામે ભાજપે 415 ઉમેદવાર અને કોંગ્રેસે 414 ઉમેદવાર ઉભા કર્યા હતા.
પાર્ટીની અંદરના સૂત્રો જણાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને ગાઝિયાબાદના ચાર નેતા ચલાવી રહ્યા છે. જેમણે પોતાના ગૃહ પ્રદેશમાં ધણુ ઓછુ કામ કર્યુ છે.
સૂત્રો મુજબ મનીષ સિસોદિયા અને અજય સિંહે ઉત્તર પ્રદેશમાં વધુ સમય આપવાની જરૂર હતી. પણ તેમનુ ધ્યાન વારાણસી પર જ હતુ