16મી લોકસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે.હાલ એનડીએ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદીએ 4 લાખ 75 હજાર 893 મતોથી વિજય મેળવ્યો છે.આ બેઠક પર તેના નજીકના હરિફ મધુ સુદન મિસ્ત્રી 239075 મત અને મોદીને 7 લાખ 14 હજાર 968 મતો મળ્યા છે.
જ્યારે આ પહેલા ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક પરથી વર્ષ 1998ની સામાન્ય ચૂંટણીમાં વલ્લભ કથિરીયાએ ૩લાખ 51 હજાર મતથી જીત મેળવી હતી.
મોદી પહેલાં પણ ઘણાં નેતાઓએ જંગી બહુમતીથી લોકસભા ચૂંટણી જીતી છે.વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના ધુરંધર ડાબેરી નેતા અનિલ બાસુએ ઈતિહાસ રચીને આરમબાગ બેઠક પરથી 5,92,502 મતથી વિજય મેળવ્યો હતો. અનિલ બાસુનો આ વિજય અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે.મોદી બસુ અને પાસવાન બાદ ત્રીજા ક્રમે રહ્યા છે.
નરેન્દ્ર મોદી અત્યાર સુધી ક્યારેય લોકસભાની ચૂંટણી લડ્યા નથી. આ તેમની લોકસભા ચૂંટણી છે. તેઓ વર્ષ 2007માં મણીનગરની વિધાનસભાની બેઠક પરથી ૨૦૦૭માં ૮૬ હજાર અને ૨૦૧૨માં ૭૦ હજાર મતથી જીત્યા હતા.
વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના ધુરંધર ડાબેરી નેતા અનિલ બાસુએ ઈતિહાસ રચીને આરમબાગ બેઠક પરથી 5,92,502 મતથી વિજય મેળવ્યો હતો. અનિલ બાસુનો આ વિજય અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે.
લોકસભા ચૂંટણીમાં બે વાર સૌથી વધુ અંતરથી જીતનો વિક્રમ રામવિલાસ પાસવાનના નામે છે. લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતોના અંતરથી વિજેતાના ટોચનાનેતાઓની યાદીમાં રામવિલાસ પાસવાન બે વાર સામેલ થનારા એકમાત્ર ઉમેદવાર છે. ૧૯૮૯માં બિહારની હાજીપુર બેઠક પરથી તેઓ ૫.૦૪ લાખ મતથી જીત્યા હતા.જ્યારે ૧૯૭૭માં આ જ બેઠક પરથી તેમણે ૪.૨૪ લાખના જંગી મતથી વિજય મેળવ્યો હતો.
ઉપરાંત વર્ષ ૧૯૮૪માં તત્કાલિન વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ લોકસભાની રચના માટે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. ઈન્દિરા ગાંધી પ્રત્યે દેશભરમાં ફેલાયેલાં સહાનૂભૂતિના મોજાના વહેણમાં ચૂંટણી લડેલાં પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી ૩,૧૪,૮૭૮ મતોની જંગી સરસાઈથી વિજેતા બન્યા હતા. અત્યાર સુધીના વડાપ્રધાનોમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સ્વ. રાજીવ ગાંધી સૌથી વધુ મતોની સરસાઈથી વિજેતા બનવાનો વિક્રમ ધરાવે છે.