ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: શનિવાર, 16 મે 2015 (10:18 IST)

જાણો દુનિયાની પ્રથમ ગરમ લોહીવાળી માછલી

ઓપાહ
વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ એવી માછલીને શોધી કાઢી છે, જેનુ બધુ લોહી ગરમ છે. આ એક મુનફિશ છે અને તેનો આકાર કારના એક ટાયર જેવો છે. આ માછલી પોતાના ગલફડોને હલાવીને ઉષ્મા પૈદા કરે છે. ઓપાહ કે મૂનફિશ અન્ય સ્તનધારીઓ અને પક્ષીઓની જેમ ગરમ લોહનીનો સંચાર સમગ્ર શરીરમાં કરે છે.  તેનાથી તેને મહાસાગરની ઊંડાઈઓમાં રહેલ ઠંડકમાં લાભ મળી જાય છે. 
 
વૈજ્ઞાનિકોને કહ્યુ કે ચાંદીના રંગની આ માછલી વિશ્વભરના મહાસાગરોમાં જોવા મળે છે અને આ જલસ્ત્રોતના સેકડો ફૂટ નીચે રહેલા ઠંડા અને અંધકારપૂર્ણ જળમાં રહે છે. આ પાણીમાં પોતાન મોટા મોટા લાલ ગલફડોને ઝડપથી એ રીતે ફફડાવે છે જાણે એ તેની પાંખો હોય. 
 
આટલી ઠંડી ઊંડાઈઓમાં રહેનારી માછલી સામાન્ય રીતે ધીમી અને સુસ્ત હોય છે. તે પોતાના શિકાર પાછળ જવાને બદલે તેના પર ઘાત લગાવીને હુમલો કરે છે અને પોતાની ઉર્જા બચાવે છે. પણ ઓપાહ વિશે યૂએસ નેશનલ ઓશિએનિક એંડ એટમૉસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના વૈજ્ઞાનિકોએ જોયુ છે કે તેના દ્વારા પોતાના ગલફડોને સતત ફફડાવવાથી તેનુ શરીર ગરમ થઈ જાય છે. આ ચયાપચય, ચાલ અને પ્રતિક્રિયામાં લાગનારા સમયમાં ગતિશીલતા આવે છે.  
 
વૈજ્ઞાનિકો મુજબ ગરમ લોહી આ માછલીને શાનદાર પ્રદર્શન કરનારી શિકારી બનાવી દે છે. જે ઝડપથી તરી શકે છે. તીવ્રતા સાથે પ્રતિક્રિયા આપે છે અને વધુ સ્પષ્ટ જુએ છે.  તે પોતાના શરીરને ગરમ કરી શકે છે તેથી તે એક સક્રિય શિકારી સાબિત થાય છે. જે સ્કિવડ જેવા સ્ફૂર્તિલા શિકારને પણ પકડી લે છે અને લાંબુ અંતર કાપી શકે છે.