શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : બુધવાર, 11 ઑક્ટોબર 2023 (11:16 IST)

આજે છે International Girl Child Day 2023, આ અવસરે જાણો શું છે વિદ્યાર્થિનીઓનાં શિક્ષણની સ્થિતિ.

girl child day
girl child day

 
- દર વર્ષે નવી થીમ સાથે યોજાય છે
- આ દિવસની ઉજવણી વર્ષ 2012માં શરૂ થઈ હતી
- મહિલાઓના અધિકારો અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે  છે
 
International Girl Child Day 2023:આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ ડે 2023 આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે. આ પ્રસંગે છોકરીઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને દેશ સહિત અન્ય દેશોમાં સમાન દરજ્જો મેળવવાની સાથે અન્ય અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં છોકરીઓનું બાળ શિક્ષણ, કારકિર્દી અને તેમના સ્વાસ્થ્ય સહિતના અન્ય વિષયોનો પણ સમાવેશ થાય છે. આ અવસર પર આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દેશમાં વિદ્યાર્થીનીઓના શિક્ષણની સ્થિતિ શું છે. ચાલો પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓના શિક્ષણના સ્તર પર એક નજર કરીએ.

 
જો આપણે સ્ત્રી શિક્ષણની વાત કરીએ, તો પરિસ્થિતિ પહેલા કરતા ચોક્કસ બદલાઈ ગઈ છે. આજે છોકરીઓ ખૂબ જ લાયક બની રહી છે. તાજેતરમાં, વર્લ્ડ  બેંકના એક રીપોર્ટ ની માહિતી આપતા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આઝાદી સમયે દેશનો સાક્ષરતા દર લગભગ નવ ટકા હતો. તે સમયે 11માંથી માત્ર 1 છોકરી સાક્ષર હતી. જો કે, હવે મહિલાઓનો સાક્ષરતા દર વધીને 77% થઈ ગયો છે. પરંતુ હજુ પણ પુરુષો પાછળ છે. દેશમાં પુરૂષ સાક્ષરતા દર 84.7% છે