રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (14:56 IST)

વિશ્વ નદી દિવસ - કેમ ઉજવાય છે વિશ્વ નદી દિવસ ? જાણો નદીઓ સાથે જોડાયેલા રોચક તથ્યો

river day
river day
લાંબા સમયથી એ જોવા મળી રહ્યુ છે કે દુનિયાભરમાં જળ પ્રદૂષણનુ સ્તર વધતુ જ જઈ રહ્યુ છે. માણસોની બેદરકારીને કારણે નદીઓમાં ઝડપથી ગંદકી ફેલાય રહી છે. આ પ્રદૂષણને રોકવા માટે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે દુનિયાભરમાં વિશ્વ નદી દિવસ ઉજવાય છે. આ દિવસની શરૂઆત 2005માં થઈ છે. જેને આજે દુનિયાભરના  અનેક દેશો ઉજવે છે. 
 
 આજે નદી દિવસના અવસર પર અમે તમને નદીઓ સાથે જોડાયેલ કેટલાક રોચક તથ્ય બતાવી રહ્યા છે. 
 
- દુનિયાની સૌથી લાંબી નદીનુ નામ લીલ નદી છે. આ નદીની કુલ લંબાઈ 6853 કિલોમીટર છે અને આ 11 આફ્રિકી દેશોમાંથી થઈને પસાર થાય છે. 
-  6400 કિલોમીટર લંબાઈ સાથે અમેજન દુનિયાની બીજી સૌથી લાંબી નદી છે. પણ પાણીની માત્રાના હિસાબથી આ પહેલા નંબર પર છે. 
- ચીનની યાંગત્જી નદીને 6300 કિલોમીટરની લંબાઈ સથે દુનિયાની ત્રીજી સૌથી મોટી નદી માનવામાં આવે છે. 
- દુનિયાના 18 દેશ એવા છે જ્યા એક પણ નદી નથી. 
- બાગ્લાદેશમાં લગભગ 700થી વધુ નદીઓ ક હ્હે. તેથી તેને નદીઓની ભૂમિ કહેવામાં આવે છે. 
 
- વિશ્વની સૌથી ઉંડી નદીનુ નામ કાંગો છે. તેની ઊંડાઈ કુલ 220 મીટર છે. પાણીની માત્રાના હિસાબથી બીજા નંબર પર છે. 
 
- ભારતમાંથી થઈને વહેનારી સૌથી મોટી નદી સિંધુ નદી છે. 
 
- ભારતમાં લગભગ 400થી વધુ નદીઓ છે. જેમા ગંગા નદીને સૌથી મોટી માનવામાં આવે છે. 
 
- ભારતમાં વહેનારી સૌથી નાની નદી રાજસ્થાનની અરવદી નદી છે. તેની લંબાઈ ફક્ત  90 કિલોમીટર છે.