શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (14:15 IST)

3 ઇડિયટ્સના લાઈબેરિયન દુબેનું અવસાન

Akhil Mishra died-આમિર ખાનની '3 ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવનાર અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અખિલનું મૃત્યુ કામ કરતી વખતે ઉંચી ઈમારત પરથી પડી જવાથી થયું હતું.

અખિલ 58 વર્ષનો હતો. અભિનેતાના મૃત્યુના સમાચારથી દરેક જણ આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર ચાહકો અશ્રુભીની આંખો સાથે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
 
રિપોર્ટ અનુસાર, અભિનેતા હૈદરાબાદમાં પોતાના પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. તે બાલ્કનીમાં ઉભા રહીને કામ કરી રહ્યો હતો ત્યારે તે ઊંચી ઈમારત પરથી નીચે પડી ગયો અને તેનું મોત થયું.