- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - નોલેજ
પાકી ધુનના એડિસન
વીજળીના બલ્બની શોધ કરનારા થોમસ આલ્વા એડિસન કામ કરવાના ધૂની હતા. તેઓ કામમાં એ રીતે ખોવાઈ જતા કે ઘણા દિવસો સુધી પ્રયોગશાળામાંથી બહાર જ નહોતા આવતા. ઘણીવાર તો પોતનુ જમવાનુ પણ ત્યાં જ મંગાવી લેતા. તેમની એ આદતથી તેમની પત્નીને ખૂબ જ ચિઢ હતી. એકવાર ઘણા દિવસો પછી એડિસન પોતાની પ્રયોગશાળામાંથી બહાર આવ્યા.તેમની પત્નીએ સલાહ આપી - તમે દિવસ રાત કામ કરો છો, ક્યારેક બે-ચાર દિવસની રજા લઈ લો. પરંતુ હુ રજા લઈને જઈશ ક્યા ?જ્યા તમારુ મન કહે. સારુ તો હુ ત્યાં જ જઉ છુ. કહીને એડિસન પ્રયોગશાળામાં જતા રહ્યા.