1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ

બાળકોના પ્રશ્નો - 3

બાળકોના પ્રશ્નો - 3
1)વેબસાઈટનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે ?
1)ટેલિવિઝન 2)રેડિયો 3) ઈંટરનેટ 4) પ્રિંટીંગ

2) ઈંટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શુ કહેવાય ?
1) સ્પીડ પોસ્ટ 2) કુરિયર મેઈલ 3) ઈ-મેઈલ 4) ફેક્સ

3) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ?
1) કરોડરજ્જુ 2) નાનુ મગજ 3)હૃદય 4) કાન

4) વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ?
1) ઓહમનો નિયમ 2) હૂકનો નિયમ 3) ન્યૂટનનો નિયમ 4)આર્કિમિડિઝનો નિયમ

5) શુધ્ધ સોનુ કેટલા કેરેટનું હોય છે ?
1) સોળ 2) બાવીસ 3) ચોવીસ 4) બાર

6) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે 'અપ્સરા' નો સંબંધ કોની સાથે છે ?
1) કુત્રિમ ઉપગ્રહ 2) મિસાઈલ 3) અણુ રિએક્ટર 4) રોકેટ

7) કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકશાન થવાની શક્યતા છે ?
1) પેનિસીલીન 2) ક્લોરોમાઈસેટીન 3) સ્ટેરોઈડ 4) ક્વિનાઈન

8) A, B, C, અને D એમ ચાર વ્યક્તિઓ એકબીજાની પાછળ, પણ એ ક્રમમાં નથી ઉભી. D વ્યક્તિ C અને A થી આગળ છે. B વ્યક્તિ Cની તરતજ પાછળ છે. A વ્યક્તિ B ની આગળ છે, તો તે કયા ક્રમમાં ઉભા હશે ?
1) ABCD 2) ABDC 3) DACB 4) DCAB

9) VRS શુ છે ?
1) વીડિયો રેકોર્ડિગ સિસ્ટમ 2) વોલેંટરી રીટાયરમેંટ સ્કીમ 3) વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ 4) આમાંથી કશુ નહી.

10) એક ઘનિકની પાસે જેટલા લાખ રૂપિયા છે તેને બમણા કરી તેમાં પાંચ લાખ રૂપિયા ઉમેરીએતો 8મી જુલાઈ પછી બાકી રહેતા દિવસો જેટલા લાખ રૂપિયા થાય તો તેની પાસે કેટલા લાખ રૂપિયા હશે ?
1) 9.5 2) 9 3) 14 4) 10






ઉત્તર -1)ઈંટરનેટ 2)ઈ-મેલ 3)કાન 4)હૂકનો નિયમ 5)ચોવીસ
6)અણુ રિએક્ટર 7)સ્ટેરોઈડ 8) DACB 9)વોલેંટરી રીટાયરમેંટ સ્કીમ 10) 9
About Writer
વેબ દુનિયા