શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:38 IST)

આનંદીબેન અંગે હાર્દિક પટેલનું મોટુ નિવેદન જાણો શું કહ્યું

પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે સ્વીકાર્યું છે કે, આનંદીબેન પટેલને પદ પરથી ઉતારી મૂકાયા એ અમારી ભૂલ હશે. હાર્દિકે  એ પણ કબૂલ્યું કે, પોતે અત્યાર સુધી આનંદીબેન પટેલના સંપર્કમાં નહોતો પણ હવે તેમનો સંપર્ક કરવા વિચારે છે. એક જાણીતા ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલને સવાલ પૂછાયો હતો કે, તમે  આનંદીબેન પટેલ સાથે સંપર્કમાં છો? હાર્દિક પટેલે આ સવાલનો જવાબ નકારમાં આપ્યો પણ સાથે સાથે એ પણ કહ્યું કે, હું આનંદીબેન પટેલનો સંપર્ક કરવાનુ વિચારું છું. હાર્દિકે એ માટે એવું કારણ આપ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ એમને બહુ હેરાન કરે છે. આનંદીબેન પટેલના જૂથના ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ ગઈ છે. મારે એમને માત્ર એટલું પૂછવું છે કે, આજે પટેલની દીકરીએ અમિત શાહની દાદાગીરી સામે ઝુકવું પડે એ કેવી ગુલામી છે? હાર્દિકે એમ પણ કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન વખતે લોકો કહેતા કે હાર્દિક પટેલે પટેલની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડાવ્યું. હું માનું છું કે, અમારી ભૂલ હશે કે તમે પદ પરથી ઉતરી પણ ગયા પણ મારે એમને એટલું પૂછવું છે કે, આજે પટેલની દીકરીએ અમિત શાહની દાદાગીરી સામે ઝુકવું પડે એ કેવી ગુલામી છે?