શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 17 એપ્રિલ 2017 (17:50 IST)

મોદીનુ મિશન ગુજરાત : 20 ટકા પટેલ-પાટીદારને મનાવવા એ BJPની મજબૂરી કેમ છે ?

ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે થનારી ગુજરાત ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસના સૂરત પ્રવાસને પણ ગુજરાત ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યો છે.  પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે ગુજરાત મહત્વનુ છે. કારણ કે દિલ્હી જતા પહેલા બંનેયે લાંબા સમય સુધી અહી રાજનીતિ કરી છે. મોદીના નેતૃત્વમાં બીજેપીએ અહી  2002, 2007 અને 2012માં ચૂંટણી જીતી છે. પણ 2014માં તેમના પ્રધાનમંત્રી બન્યા પછીથી આ રાજ્ય પાર્ટી માટે પડકાર બની ગયુ છે. 
 
 
અમિત શાહે મુક્યુ 150 સીટોનુ લક્ષ્ય 
 
મોદીના દિલ્હી ગયા પછીથી રાજ્યમાં અનેક વસ્તુઓ બીજેપીના પક્ષમાં નથી. અહી સૌથી મોટો બખેડો અનામતની માંગ કરી રહેલ પાટીદાર સમાજના આંદોલને કર્યુ. આવામાં એકવાર ફરી સત્તામાં આવવા માટે બીજેપીએ પટેલ-પાટીદાર લોકોની નારાજગી દૂર કરવી પડશે.  તાજેતરમાં જ 4 રાજ્યોમાં સરકાર બનાવ્યા પછી અમિત શાહનુ આગામી લક્ષ્ય ગુજરાતમાં 150 સીટો મેળવવાનુ છે. પણ પટેલ સમુહની નારાજગીને કારણે આટલી સીટો મેળવવી સહેલી નહી હોય. 
 
BJPનુ મૈન વોટ બેંક છે પટેલ સમુદાય 
 
ગુજરાતની કુલ વસ્તી 6 કરોડ 27 લાખ છે. તેમા પટેલ-પાટીદાર લોકોની સંખ્યા 20 ટકા છે. પટેલ સમુહની માંગ રહી છે કે તેમને ઓબીસી સ્ટેટસ આપવામાં આવે જેથી કોલેજો અને નોકરીઓમાં તેમને રિઝર્વેશન મળી શકે. રાજ્યમાં હાલ ઓબીસી રિઝર્વેશન 27 ટકા છે. ઓબીસીમાં 146 કમ્યુનિટી પહેલાથી લિસ્ટેડ છે. પટેલ-પાટીદાર સમુહ ખુદને 146મી કમ્યુનિટીના રૂપમાં ઓબીસીની લિસ્ટમાં સામેલ કરવા માંગે છે. ગુજરાતમાં આ સમુહના વોટને બીજેપીનુ મુખ્ય વોટ બેંક માનવામાં આવે છે. બીજેપીના 40 ધારાસભ્ય અને 6 સાંસદ આ કમ્યુનિટીથી છે.  પણ પટેલ આંદોલનથી ઉભી થયેલ નારાજગીને આ વખતે બીજેપી માટે ઘાતક માનવામાં આવી રહી છે.  આવામાં બીજેપી માટે પોતાની આ વોટ બેંકને બચાવવી એ સૌથી મોટો પડકાર છે. 
 
સરકાર વિરુદ્ધ પાટીદારોનુ હિંસક આંદોલન 
 
પટેલ સમુહનું બીજેપીથી નારાજ થવાનુ  સૌથી મોટુ કારણ નેતૃત્વ માનવામાં આવ્યુ. મોદી પછી તેમના નિકટના આનંદીબેન પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી. પણ પાર્ટીના આંતરિક ઝગડાને કારને અને સરકારના વિરોધમાં યુવાઓનો અવાજ ઉઠવા લાગ્યો. નોકરીની સમસ્યાથી યુવાઓએ સરકાર વિરુદ્ધ આંદોલન છેડી દીધુ. આ દરમિયાન દલિતો વિરુદ્ધ અત્યાચારનો મુદ્દો પણ ઉભો થઈ ગયો. બધુ જ વિખરાય ગયેલુ જોવા મળતા પાર્ટીએ આનંદીબેન પટેલને હટાવીને વિજય રૂપાનીને મુખ્યમંત્રી બનાવ્યા. પાટીદાર આંદોલન એટલુ વધી ગયુ હતુ કે તેણે હિંસક રૂપ લઈ લીધુ હતુ. સ્થિતિને સાચવવા માટે પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો.  
જેનાથી રાજ્યના જુદા જુદા સ્થાનો પર અનેક લોકોના મોત થઈ ગયા. ત્યારબાદ પાટીદારોએ નક્કી કરી લીધુ કે તેઓ 2017ની ચૂંટણીમાં બીજેપીને વોટ નહી આપે. 
 
હાર્દિક પટેલ બન્યા બીજેપી માટે પડકાર 
 
ગુજરાત વિધાનસભામાં કુલ 182 સીટો છે. આવામાં 150 સીટો મેળવવા માટે બીજેપીને પટેલ-પાટીદાર સમુહના વોટની જરૂર પડશે. આ કડીમાં બીજેપી માટે સૌથી મોટો પડકાર પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ બની શકે છે. હાર્દિક બીજેપી વિરુદ્ધ બોલવામાં બિલકુલ ચૂકતા નથી અને તે સતત વિરોધીઓથી મળી રહેલ બીજેપી માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.  શિવસેનાએ તો હાર્દિક પટેલને ગુજરાતમાં પોતાના તરફથી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કર્યો છે.

પટેલ સમુદાયના ગઢ પરથી ચૂંટણીનુ બિગુલ ફૂક્યુ 
 
આવામાં બીજેપી માટે પટેલ સમુદાયનો વોટ ખાસ મહત્વ ધરાવે છે. આ જ કારણે પ્રધાનમંત્રીએ સૂરતમાં વિશાલ રોડ શો કરી ચૂંટણી બિગૂલ ફૂક્યુ. સૂરત પટેલ સમુહનું ગઢ માનવામાં આવે છે. અહી પીએમે 11 કિલોમીટર લાંબો રોડ શો કર્યો અને આ દરમિયાન તેમનુ જોરદાર સ્વાગત થયુ. સૂરતમાં પટેલ સમુદાયની સારી એવી વસ્તી છે અને 2015માં અનામત આંદોલન દરમિયાન અહી મોટા પાયા પર હિંસા થઈ હતી. મોદીએ અહી 400 કરોડના રોકાણે કિરણ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એંડ રિસર્ચ સેંટરનું ઉદ્દઘાટન કર્યુ. આ હોસ્પિટલ પાટીદાર સમાજના એક ટ્રસ્ટ સાથે જોડાયેલુ છે. સાથે જ એક હીરા પાલિશિંગ એકમનુ પણ ઉદ્દ્ઘાટન કર્યુ. પીએમે અહી સરદાર પટેલને યાદ કરતા કહ્યુ કે તેમને ભારતીય રાજનીતિની દિશા બદલી છે.