1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 12 મે 2017 (14:09 IST)

ગુજરાત ચૂંટણી બતાવશે કોંગ્રેસની એક્તાના દાવામાં કેટલો દમ છે

વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપના અજય રથને રોકવા માટે સોનિયા ગાંધી એન્ટી બીજેપી ગઠબંધનની તૈયારી કરી રહી છે. પરતું સમગ્ર જોડતોડમાં તેમની પોતાની પાર્ટીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ખૂબ જ પડકારનો સામનો કરવો પડશે. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જનતા દળ યુનાઇટેડ અને હાર્દિક પટેલને એક રીતે ત્રીજા મોર્ચા ખેલ પર કોંગ્રેસ નેતૃત્વની સામે એનડીએ વિરૂદ્ધ એકજૂથ થવા અંગે પડકાર મૂક્યો છે.

બીન ભાજપ દળોમાં અનેકનું માનવું છે કે જો પાર્ટી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ઉભા રહેવાનો પ્રયાસ કરશે તો પણ તેમની એક જૂથતા પર અનેક સવાલ ઉભા થઇ શકે છે. ગુજરાત ચૂંટણીનું ચિત્ર ત્યારે સામે આવવા લાગ્યું જ્યારે વિપક્ષના નેતાઓ મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી સાથે અનોપચારિક વાતચીત શરૂ કરી. ત્યાર બાદ એનસીપી-જેડીયૂ કેમ્પમાં વોટોની વહેંચણી રોકવા અંગેની જવાબદારી કોંગ્રેસને સોંપી દીધી છે. તેવામાં ગુજરાત ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ સામે બે મુશ્કેલીઓ ઉભી થશે. જ્યાં એનસીપી-જેડીયૂ પટેલના મોર્ચથી કોંગ્રેસ તરફથી નુકશાન થશે. જ્યારે પાર્ટી લગભગ 25 વર્ષથી બીજેપીને હરાવવામાં નિષ્ફળ રહી છે.