ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2017 (14:21 IST)

ગુજરાતમાં કોંગ્રેસની ફૂટેલી કારતૂસોને ભાજપમાં લાવવાનો તખતો તૈયાર

રાજકારણમાં પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાનારને કટાક્ષમાં ફૂટેલી કારતૂસના ઉપનામથી બોલાવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હાઈકમાન્ડ અને પ્રાદેશિક નેતૃત્વ વચ્ચે ચાલી રહેલા આંતરકલહથી નિરાશ થયેલા અનેક કોંગ્રેસી ધારાસભ્યો, નેતાઓ તેમજ ભાજપના સ્થાનિક નેતૃત્વ સાથે સંપર્કો તેજ થઈ રહ્યા છે.

ઉત્તરપ્રદેશ અને દિલ્હીની ચૂંટણીઓ પહેલા જે રીતે કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓના આગેવાનો ભાજપમાં જોડાયા તેવો માહોલ ગુજરાતમાં સર્જાયો છે. આથી, ભાજપની વિચારધારામાં ભળવા માંગતા કોંગ્રેસના નેતાઓને સ્વિકારવાનો તખતો ગુજરાતમાં તૈયાર થઈ ચૂક્યો છે. સરકારમાં મંત્રીઓ અને અને પ્રદેશ સંગઠનના નેતાઓ સાથે અનેક કોંગ્રેસીઓ સંપર્કમાં હોવાના ખુલાશા સત્તાપક્ષ અને વિપક્ષમાંથી થયા છે. આથી, આગામી મે- જૂન મહિનામમાં ગુજરાત આવી રહેલા ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા ઇચ્છુકોને આવકારવાની રણનીતિ તૈયાર થાય તો નવાઈ નહી.

પાંચ વર્ષ પહેલા ૨૦૧૨માં જૂનથી લઈને નવેમ્બરમાં અને ત્યારબાદ નવી સરકાર રચાયા પછી વર્ષ ૨૦૧૩માં ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ સુધી તેમજ સૌથી છેલ્લે વર્ષ ૨૦૧૪ના આંરભથી જ લોકસભાની ચૂંટણીઓ સુધી એમ ત્રણ તબક્કે કોંગ્રેસના અનેક સાંસદો, ધારાસભ્યો, જિલ્લા- તાલુકા ડેલિગેટથી લઈને સંગઠનના મહત્વના હોદ્દેદારો સાથે સેંકડો કાર્યકરોએ કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જોડાણ કર્યુ હતુ. જેમાંથી ૭ ચૂંટાયેલા ધારાસભ્યોએ તો કોંગ્રેસમાંથી રાજીનામુ મુકીને ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડીને વિધાનસભામાં એન્ટ્રી મેળવી હતી. તે પૈકીના કેટલાક મોટામાથા નીચે મુજબ છે.