કચ્છની કળા

P.R

ગુજરાત રાજયની અંદર વિસ્તારની દ્રષ્ટિએ આ જીલ્લો સૌથી મોટો છે. ગુજરાતની વિવિધતા તે છે કે તેના દરેક વિસ્તાર પોતાની આગવી ઓળખાણ ધરાવે છે. તેવી જ રીત કચ્છ પણ તેની પોતાની આગવી ઓળખાણ ધરાવે છે. કચ્છ આમ તો સુકી જમીનવાળો રણ પ્રદેશ છે છતાં પણ તે પોતાની આગવી કળા માટે આખા ભારતભરમાં પ્રખ્યાત છે. કચ્છ ખાસ કરીને ભરતગુંથણ અને બાંધણી માટે વધું વખણાય છે.

આ સિવાય કચ્છ મેળાઓ માટે પણ વખણાય છે. ગુજરાતની અંદર આખા વર્ષ દરમિયાન જુદા જુદા પ્રસંગે લગભગ 3000 કરતાં પણ વધારે મેળા ઉજવવામાં આવે છે. આને નિહાળવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશીયો પન આવે છે. છેલ્લાં પાંચ વર્ષથી કચ્છમાં ઉજવાતો કચ્છનો રણોત્સવ વિદેશીયો માટે આકર્ષનનું કેન્દ્ર બની ગયો છે. જે દર વર્ષે ત્રણક દિવસ માટે ભરાય છે.
P.R

કચ્છમાં ખાસ કરીને ભૂજ, અંજાર, માંડવી, ધોળાવીર, લખપત વગેરે શહેરોમાં જોવાલાયક સ્થળો છે. કચ્છમાં આવેલ હોડકા ગામ ભૂજથી માત્ર ત્રીસ કિ.મી. ના અંતરે આવેલ છે જેની અંદર ક્લાસિક અરીસાઓ, દિવાલો, હાથપંખા, દિવાલ પર લટકાવાની શુસોભનની વસ્તુઓ, લાકડાની તેમજ ધાતુથી બનાવવામાં આવેલ વસ્તુઓ માટે ખુબ જ જાણીતું છે.

અંજાર ખાસ કરીને જેસલ તોરલની સમાધિ માટે વખણાય છે. વળી અંજાર ચપ્પા માટે પણ પ્રખ્યાત છે. અંજારની અંદર જેમ્સ મેમુરડોના બંગલા પણ ઘણા વખણાય છે.

વેબ દુનિયા|
ત્યાર બાદ માંડવીની અંદર સૌથી જુનો પુલ આવેલ છે જે 1883માં પથ્થર દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત માંડવી પણ હાથની બનાવટની વસ્તુઓ માટે વખાણય છે. આ સ્થળ ભૂજથી લગભગ 75 કિ.મી. ના અંતરે આવેલ છે.


આ પણ વાંચો :