સાસણગીર - ગીર અભ્યારણ

gir forest
 

આમ તો આખા ભારતમાં ઘણી જગ્યાએ સિંહ જોવા મળી જાય છે પરંતુ ગીરનું અભ્યારણ એશિયામાં ખુબ જ પ્રખ્યાત છે જે ગુજરાતમાં આવેલ છે. આજકાલ પ્રાણીઓને જોવા માટે ઝૂમાં જવું પડે છે. કેમકે લોકોના શિકારને લીધે દિવસે દિવસે તેમની સંખ્યા સતત ઘટતી જાય છે. પરંતુ ગીરનાં અભ્યારણમાં પ્રાણીઓને ખુબ જ સરળતાથી જોઈ શકાય છે. તેઓ ત્યાં પ્રાકૃતિક આશ્રયસ્થાનમાં રહે છે તેથી તેમને ત્યાં તેમના સહપરિવાર સાથે અને તેમના પ્રાકૃતિક અંદાજમાં જોઈ શકાય છે. પહેલાં ગીરની અંદર સિંહોનો વધું પ્રમાણમાં શિકાર થવાને લીધે માત્ર 15 જ સિંહ બચ્યાં હતાં તેથી જૂનાગઢના નવાબે તેમનું રક્ષણ કરવાની સલાહ આપી હતી પરંતુ તે માટેના પગલાં ખુબ જ મોડા ભરવામાં આવ્યાં હતાં.
 
gir forest

ગીરમાં ચિત્તાની સંખ્યા પણ ખુબ જ વધું પ્રમાણમાં છે. ભારતમાં અન્ય અભ્યારણો કરતાં અહીંયા ચિત્તાની સંખ્યા વધારે છે. ગીરની અંદર સાબર, હરણ, કાળીયાર, નીલગાય, શિયાળ, વાંદરા વગેરે જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓની પણ કેટલીયે જાતો જોવા મળે છે. ગીર એક એવું અભ્યારણ છે જ્યાં પ્રાણીઓ અને પક્ષીઓની વધુમાં વધું જાતો જોવા મળે છે. અહીંયા સસ્તન પ્રાણીઓની ત્રીસ, સરીસૃપોની વીસ તેમજ જીવજંતુઓની કેટલીયે જાતો જોવા મળે છે.

ગીરનું અભ્યારણ 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે. આ સમયે જંગલની આસપાસ જીપ ચલાવીને તેમને નિહાળી શકાય છે.
gir forest
ગીર જવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બર મહિનાથી જુન મહિનાની વચ્ચેનો છે. આ સ્થળ અમદાવાદથી 348  કિલોમીટર દૂર આવેલ છે. તેથી બસ મારફતે ત્યાં જઈ શકાય છે. ત્યાં જવા માટે ગુજરાત રાજ્ય સરકારની બસો પણ ખુબ જ સરળતાથી મળી રહે છે. નજીકનું હવાઈ મથક રાજકોટ છે. રાજકોટથી મુંબઈની દરરોજ ફ્લાઈટ છે. અમદાવાદ અને રાજકોટથી રેલ્વે માર્ગ જૂનાગઢનો છે. જૂનાગઢથી સાસણગીર માત્ર 55 કિલોમીટરના અંતરે આવેલ છે.

ગીર અભ્યારણ્ય જોવા માટે એક મહિના અગાઉથી પરમીટ લેવુ ખૂબ જરૂરી છે. જે આપ //girlion.in/ ની ઓનલાઈન સાઈટ પરથી મેળવી શકો છો.  


ગીર અભ્યારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓકટોબર સુધી બંધ રહે છે 


આ પણ વાંચો :