ગુજરાતમાં ય કાશી છે, કચ્છનું કાશી, - કોડાય

૧૫૦ વર્ષ પહેલાં બન્યું હતું ‘જ્ઞાન મંદિર’

ભીકા શર્મા|
P.R

જ્ઞાન મંદિરમાં સેંકડો-હજારો અપ્રાપ્ય ગ્રંથ

વિશ્ર્વભરની વિદ્યાનગરી એટલે કાશી-બનારસ. મુંબઈનું કાશી એટલે વિદ્યાવિહાર તો કચ્છનું કાશી? જ કચ્છનું કાશી. કોડાય ગામના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો રાજકીય કાવાદાવાઓ અને ઊથલપાથલથી સભર છે. લગભગ ધરાવતા કોડાય ગામની સ્થાપનાના મૂળ સુધી પહોંચી શકાતું નથી, પરંતુ જેટલું પહોંચી શકાય છે એ મજેદાર છે.
કહેવાય છે કે સંવત ૧૬૦૫માં રાવ ખેંગારજી-પહેલા અને તેમના નાના ભાઈ સાહેબજીએ જામ રાવલ પાસેથી કોડાયની સત્તા હસ્તગત કરી હતી. કચ્છ રાજ્યના યોગ્ય વહીવટ માટે રાવ ખેંગારજીએ સાહેબજીનાં ચારેય સંતાનોને કચ્છના પ્રદેશોની વહેંચણી કરી દીધી હતી. જેમાં મોથારા અને આસપાસનો વિસ્તાર હમીરજીને, રોહા-લાખાડી-કુનારિયા અને આસપાસનો વિસ્તાર પચાણજીને, આદેશર-સાણવા વગેરે તુગાજીને તથા સૌથી નાના જસાજીને ડાય-કંથાર-ગુંદિયાલી-મસ્કા-ભદ્રેશ્ર્વર-લૂણી વગેરે વિસ્તાર સોંપવામાં આવ્યો હતો. જસાજી સૌથી નાના હોવાથી તેઓ પોતે ભૂજમાં જ પિતા સાહેબજી સાથે રહેતા હતા. જોકે કોડાય તેમને ખૂબ વહાલું હતું તેથી ભવિષ્યમાં કોડાય રહેવાની ગણતરી સાથે તેમણે આ ગામમાં દરબારગઢ પણ બનાવ્યો હતો. તેઓ પોતે ભૂજમાં રહેતા હોવાથી કોડાયની જવાબદારી વહીવટદાર કામગાર જ નિભાવતા હતા.


આ પણ વાંચો :