રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

અફઝલને ફાંસીમાં વિલંભ કેમ?- ભાજપ

ફાંસી આપવામાં વિલંભનો આરોપ મુકતી છાપામાં જાહેર ખબર

PRP.R

અમદાવાદ (વેબદુનિયા) કેન્દ્રીય સ્તરે મતબેંક સાચવવા અફઝલ ગુરૂને ફાંસી આપવામાં અડચણો ઉભી કરવાનો આરોપ મુકતી એક જાહેર ખબર રાજ્યના અખબારોમાં પ્રસિધ્ધ કરાવીને સંસદ ઉપર હુમલાની છઠ્ઠી એનિવર્સરીના દિવસે અફઝલ ગુરૂની ફાંસીને ભાજપે ચૂંટણીના મુદ્દો બનાવી લીધો છે. જોકે આ જાહેર ખબરમાં કોંગ્રેસ કે સંસદ ઉપર હુમલાના કેસમાં ફાંસીની સજા પામેલા અફઝલ ગુરૂના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આજના દૈનિક અખબારોમાં બીજા તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા પ્રસિધ્ધ કરાયેલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર સાથેની આ જાહેર ખબરમાં જણાવાયું છે કે સંસદ ઉપર હુમલો કરનાર દરેક આતંકવાદી માર્યા ગયા હતા અને આ કાવતરું ઘડનારાઓની પ્રીવેન્શન ઓફ ટેરરીઝમ એક્ટ (પોટા) હેઠળ ધરપડ કરવામાં આવી હતી. તેમજ આ આરોપીઓને ત્રણ વર્ષની અંદર સજા પણ સંભળાવી દેવામાં આવી હતી અને તેમાંના એકને એટલે કે અફસલ ગુરૂને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

આ જાહેર ખબર મુજબ મતબેંક સાચવવા જ અત્યાર સુધી મુખ્ય કાવતરાખોરને જીવતો રાખવામાં આવ્યો છે અને પૂછવામાં આવ્યું છે કે, ક્યાં સુધી આતંકવાદ બાબતે સમાધાન કરવામાં આવશે? આ જાહેર ખબર કઈ તરફ ઈશારો કરે છે તે સ્પષ્ટ છે. કેમકે, અફઝલ ગુરૂને ફાંસી ન આપવા બદલ ભાજપ તક મળે ત્યારે કોંગ્રેસ ઉપર હુમલો કરતું રહ્યુ છે.

13મી ડિસેમ્બર, 2001ના રોજ સંસદ ઉપર થયેલા હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટ એક વર્ષ પહેલા જ અફઝલ ગુરૂને ફાંસીની સજા ફટકારી ચૂકી છે. પરંતુ કોઈને કોઈ કારણસર અત્યાર સુધી તેને ફાંસી આપી શકાઈ નથી.

જોકે આ જાહેર ખબરમાં કોંગ્રેસ કે સંસદ ઉપર હુમલાના કેસમાં ફાંસીની સજા પામેલા અફઝલ ગુરૂના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.